જુગારના કેસમાં પકડાયેલા યુવકની આંગળી પોલીસના મારથી તૂટી ગઇ

પોલીસ કહે છે કે, ખિસ્સામાંથી મોબાઇલ કાઢતા સમયે આંગળી દિવાલમાં અથડાતા ઇજા

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
જુગારના કેસમાં  પકડાયેલા યુવકની આંગળી પોલીસના મારથી તૂટી ગઇ 1 - image

 વડોદરા,વાડી પોલીસનો સ્ટાફ આજે સાંજે જુગારના એક કેસમાં યુવકને પકડી લાવી હતી.  પરંતુ, તેની આંગળી તૂટી જતા તેને  છોડી દેવાયો હતો. અને કોઇ કેસ કરાયો નહતો. પોલીસનું કહેવું છે કે, યુવકની આંગળી જાતે તૂટી ગઇ હતી.

મળતી માહિતી મુજબ, આજે સાંજે રણમુક્તેશ્વર રોડ વિસ્તારમાંથી પોલીસ જુગારના એક કેસમાં યુવકને લઇ આવી હતી. જ્યાં ડી સ્ટાફના કેટલાક જવાનોએ તેને માર મારતા તેની આંગળી તૂટી ગઇ હતી. જેના કારણે પોલીસે તેને કોઇ કેસ કર્યા વગર જ છોડી દીધો હતો. આ અંગે વાડી  પી.આઇ. એ.બી.મોરીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, જુગારના કેસમાં એક શકમંદને  પૂછપરછ માટે લાવ્યા હતા. પરંતુ, તેને કોઇએ માર માર્યો નથી. આંગળી તૂટવા અંગે પોલીસે જણાવ્યું હતું કે, શકમંદે પોતાના ખિસ્સામાં મોબાઇલ ફોન મૂક્યો હતો. તે ફોન કાઢતા સમયે તેનો હાથ દિવાલમાં અથડાતા આંગળી  પર ઇજા પહોંચી હતી. શકમંદની કોઇ સંડોવણી નહી ં જણાતા તેને છોડી મૂકાયો છે.


ડી સ્ટાફના જવાનો જ પોલીસ સ્ટેશનની અંગત વાતો જાહેર કરી બદનામી કરે છે

સૌથી વધુ કામગીરી કરનાર પોલીસ જવાનની બદલી ચર્ચાનો વિષય

વડોદરા,વાડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં સૌથી વધુ કામગીરી કરનાર પોલીસ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. કહેવાય છે કે, ડી સ્ટાફના કેટલાક જવાનો   દ્વારા કેટલાક લોકોને હાથો બનાવીને  પોલીસ સ્ટેશનની જ બદનામી થાય તેવી વાતો જાહેર કરવામાં આવીને પોતોનો સ્વાર્થ સાંધવામાં આવે છે.અને પોલીસ સ્ટેશનના વહીવટમાં આ પોલીસ જવાન ક્યાંય આવતો ન હોવા છતાંય કેટલાક તત્વો દ્વારા અધિકારીઓની કાન ભંભેરણી કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News