સગો બાપ છેલ્લા એક વર્ષથી નવ વર્ષની પુત્રી પર રેપ કરતો હતો
પુત્રી ના પાડે તો થપ્પડ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પિતાની ધરપકડ
પુત્રી ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે : નરાધમ બાપ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે
વડોદરા,શહેરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સગા બાપે ૯ વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજારવાની શરમજનક ઘટના સામે આવી છે. માતા સમક્ષ પુત્રીએ કેફિયત રજૂ કરતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર સમાજ માટે શરમજનક ઘટનાની વિગત એવી છે કે, શહેરમાં છેલ્લા ૧૦ વર્ષથી રહેતો પરપ્રાંતિય ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેની ૯ વર્ષની દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ધો. ૪ માં અભ્યાસ કરે છે. ગૂમસૂમ રહેતી દીકરીને માતાએ પ્રેમથી પૂછતા તેણે એવી હકીકત જણાવી હતી કે, હું ઘરે એકલી હોઉં ત્યારે પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે. છેલ્લા એક વર્ષથી પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે. હું ના પાડું તો પપ્પા મને ગાલ પર થપ્પડો મારી ધમકી આપતા હતા કે, તું એવું નહી ંકરે તો હું તને મારી નાંખીશ. પપ્પા આવું અવાર - નવાર કરતા હતા. મને બહુ દુખાવો થતો હતો. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી નરાધમ પિતાની ધરપકડ કરી છે. પિતા અને પુત્રીના મેડિકલ ટેસ્ટ પણ પોલીસે કરાવ્યા છે.
પિતા અવાર - નવાર મોબાઇલ પર પોર્ન વીડિયો જોતો હતો
વડોદરા,પુત્રીની વાત સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. તેણે પતિને આ અંગે પૂછતા પતિએ એવું કહ્યું કે, દીકરી ખોટું બોલે છે. તને મારા પર વિશ્વાસ નથી. દીકરી પર વિશ્વાસ છે. ત્યારબાદ પત્નીએ પતિનો મોબાઇલ ફોન ચેક કરતા જાણવા મળ્યું કે, પતિ અવાર - નવાર મોબાઇલ ફોન પર પોર્ન વીડિયો જોતો હતો.