Get The App

ફેક્ટરી માલિક પત્ની સાથે મુંબઇ ગયા અને ચોર ટોળકી 28 તોલાના દાગીના ચોરી ગયા

Updated: May 10th, 2024


Google NewsGoogle News
ફેક્ટરી માલિક પત્ની સાથે મુંબઇ ગયા અને ચોર ટોળકી 28 તોલાના દાગીના ચોરી ગયા 1 - image


Theft Case in Vadodara : વડોદરામાં આર.વી.દેસાઇ રોડ શંકર મસાલા પાસે શ્રી સોસાયટીમાં રહેતા વિક્રમભાઇ બાબુલાલજી સંઘવીની મકરપુરા જી.આઇ.ડી.સી.માં ગુરૂરાજ ગ્લોબલ નામની ફેક્ટરી છે. ગત તા.7 મીએ મકાન બંધ કરીને તેઓ પત્ની સાથે મુંબઇ સંબંધીઓના ઘરે ગયા હતા. જ્યારે તેમના બાળકો અને માતા-પિતા નાના ભાઇના ઘરે વડોદરામાં જ રોકાયા હતા.

ગઇકાલે સવારે છ વાગ્યે તેઓ મુંબઇથી ઘરે પરત આવ્યા હતા. મકાનના મુખ્ય દરવાજાનું લોક ખોલી અંદર જતા મકાનનો પાછળનો દરવાજો ખુલ્લો હતો. બેડરૂમમાં તપાસ કરતા સામાન વેરવિખેર પડયો હતો. તેમણે તિજોરીમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને રોકડા બે લાખ ગૂમ હતા. ચોર ટોળકી ઘરમાંથી સોનાના 28 તોલાના દાગીના, ચાંદીના દાગીના લઇ ગઇ હતી. જે અંગે તેમણે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ 8 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધી છે. જણાવી દઈએ કે પોલીસે દાગીનાની હાલની કિંમત નહીં પણ ખરીદ કિંમત આંકી હતી.


Google NewsGoogle News