દારૂ પીને આવેલા પતિને ટકોર કરતા પત્નીને માર માર્યો

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
દારૂ પીને આવેલા પતિને ટકોર કરતા પત્નીને માર માર્યો 1 - image


                                                               Image Source: Freepik

વડોદરા, તા. 17 નવેમ્બર 2023 શુક્રવાર

ડોક્ટરે દારૂ પીવાની ના પાડી હોવા છતાં દારૂ પીને આવેલા પતિને ટકોર કરનાર પત્ની પર પતિએ હુમલો કરી માર માર્યો હતો. 

નવાપુરા કેવડા બાગ માં રહેતા ગાયત્રીબેન જયેશભાઈ ઘર કામ કરે છે નવાપુરા પોલીસ સ્ટેશનમાં પતિ જયેશભાઈ શંકરભાઈ સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે મારા પતિ પ્રતાપ નગર બ્રિજ નીચે આવેલ ટીવીએસ શોરૂમ ખાતે મિકેનિક તરીકે નોકરી કરે છે ગત 13 મી તારીખે હું મારા ઘરે હતી મારા પતિને કમળો તથા ટાઈફોડ થઈ ગયો હોવાથી ડોક્ટરે તેઓને દારૂ પીવાની ના પાડી હતી તેમ છતાં રાત્રે 2:00 વાગ્યે મારા પતિ દારૂ પીને ઘરે આવ્યા હતા ને તેઓને કહેતા તેઓ મારા પર ગુસ્સે થઈ ગયા હતા અને મને ગાળો બોલી ગળું પકડી માર મારવા લાગ્યા હતા મને ડાબા પગે સાથળ પર તથા જમણા હાથે કોની પાસે મારા પતિએ બચકું ભરી લીધું હતું અને સવાર નવાર ધમકી આપે છે કે તને તથા તારી બંને છોકરીઓને જાનથી મારી નાખીશ. અને છોકરાને લઈ જઈશ. 

નવાપુરા પોલીસે પતિ જયેશ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમ જ જયેશ દારૂનો નશો કર્યો હોવાથી દારૂનો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News