Get The App

નશેબાજ કાર ચાલકે અન્ય કારને ટક્કર મારતા પોલીસ દોડી ગઇ

અકસ્માતની ફરિયાદ કરવાની ના પાડતા પોલીસે પ્રોહિબીશનનો ગુનો દાખલ કર્યો

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
નશેબાજ કાર ચાલકે અન્ય કારને ટક્કર મારતા પોલીસ દોડી ગઇ 1 - image

,અકોટા દાંડિયા બજાર બ્રિજ નજીક આજે સવારે એક નશેબાજ કાર ચાલકે અન્ય કાર સાથે અકસ્માત કરતા પોલીસ દોડી ગઇ હતી. કાર ચાલકે અકસ્માતની ફરિયાદ કરવાની ના પાડતા રાવપુરા પોલીસે અકસ્માત કરનાર નશેબાજ કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

આજે સવારે ૭ વાગ્યે રાવપુરા પોલીસને મેસેજ મળ્યો હતો કે, અકોટા દાંડિયા બજાર બ્રિજ નજીક મહારાણી શાંતાદેની નર્સિંગ  હોમ ચાર રસ્તા  પાસે અકસ્માત થયો છે. જેથી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત કરનાર નશેબાજ કાર ચાલક અકોટા તરફથી આવતો હતો. જ્યારે અન્ય કાર ચાલક નિઝામપુરાથી તરસાલી જતા હતા. કાર ચાલકે અકસ્માતની ફરિયાદ કરવાની ના પાડતા રાવપુરા પોલીસે નશેબાજ કાર ચાલક મોહંમદજીલાણી રજ્જબભાઇ મનસુરી (રહે. ગૌરવ સોસાયટી, અજબડી મિલ, યાકુતપુરા) ની સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મોહંમદજીલાણી યાકુતપુરામાં આમલેટની લારી ચલાવે છે.


Google NewsGoogle News