સ્કૂલ વાનનો ડ્રાઇવર વિદ્યાર્થિનીને ફરવા લઇ જતા અપહરણનો ગુનો દાખલ

સ્કૂલ છૂટવાના સમયે વિદ્યાર્થિની પરત સ્કૂલે આવી ગઇ : આરોપીની ધરપકડ

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
સ્કૂલ વાનનો ડ્રાઇવર વિદ્યાર્થિનીને ફરવા લઇ  જતા અપહરણનો ગુનો દાખલ 1 - image

વડોદરા,ઘરેથી સ્કૂલે જવા માટે નીકળેલી ધો.૧૦ ની વિદ્યાર્થિનીને તેનો બોયફ્રેન્ડ કારમાં ડાકોર ફરવા લઇ ગયો હતો. વિદ્યાર્થિનીની માતાની ફરિયાદના આધારે મકરપુરા પોલીસે અપહરણનો કેસ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

અગાઉ અમદાવાદ અને હાલમાં મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની કિશોરી ધો.૧૦ માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. ગઇકાલે સવારે વિદ્યાર્થિની સવારે સાડા સાત વાગ્યે સાઇકલ લઇને સ્કૂલે જવા માટે નીકળી હતી. વિદ્યાર્થિનીને સ્કૂલે જવામાં મોડું થયું હોવાથી તેના માતા - પિતા સ્કૂલ પર તપાસ કરવા માટે જતા હતા. તે દરમિયાન વિદ્યાર્થિનીના ટીચરનો કોલ આવ્યો હતો કે, તમારી દીકરી સ્કૂલે આવી નથી. માતા - પિતા થોડીવારમાં સ્કૂલે પહોંચી ગયા હતા. તેઓએ તપાસ કરતા પુત્રી મળી આવી નહતી. તેઓની  પુત્રી અગાઉ અમદાવાદમાં સ્કૂલ વાનના ડ્રાઇવર કિરણ ઠાકોર સાથે ફરવા માટે નીકળી ગઇ હતી. જેથી, માતા - પિતાએ તે દિશામાં તપાસ કરી હતી. દરમિયાન તેમની ુપુત્રી સ્કૂલ છૂટવાના સમયે સ્કૂલના  ગેટ પર પરત આવી ગઇ હતી. માતાએ દીકરીને પૂછતા તેણે જણાવ્યું હતું કે, ગત તા.૧૯ મી  જુલાઇએ મારે મિત્ર કિરણ ઠાકોર સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત થઇ હતી. કિરણ ઠાકોરને છેલ્લા પાંચ વર્ષથી ઓળખું છું. તે આજે વડોદરા આવવાનો હોવાથી હું સ્કૂલે ગઇ નહતી. સ્કૂલના ગેટ પાસે સાઇકલ મૂકી  દીધી હતી. કિરણ અને તેનો મિત્ર સુનિલ રાવળ ( બંને  રહે.ઓગણજ, અમદાવાદ) ે કારમાં ડાકોર ફરવા માટે લઇ ગયા હતા.ત્યાં દર્શન કરીને અમે  પરત આવી ગયા હતા. તેઓએ મારી સાથે કોઇ ખરાબ કામ કર્યુ નથી. 


Google NewsGoogle News