Get The App

ક્રેનના ડ્રાઇવરે શ્રમજીવીના માથા પર ટાયર ચઢાવી દેતા મોત

અકસ્માત કરીને ડ્રાઇવરે સ્થળ પર ક્રેન છોડીને ફરાર થઇ ગયો

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News

 ક્રેનના ડ્રાઇવરે શ્રમજીવીના માથા પર ટાયર ચઢાવી દેતા મોત 1 - imageવડોદરા,નંદેસરી જી.આઇ.ડી.સી.માં  હાઇડ્રા ક્રેનના ડ્રાઇવરે શ્રમજીવીને પાછળથી ટક્કર મારી માથા પર ટાયર ચઢાવી દેતા તેઓનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. મૃતકની  પત્નીની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના હુનુર ગામે રહેતા લક્ષ્મણભાઇ બાબુરાવ ભોંસલે (ઉં.વ.૫૫) હાલમાં નંદેસરી ગામ મોતી શીવાની ચાલીમાં રહે છે. આજે સવારે સાડા છ વાગ્યે તેઓ ઘરેથી નંદેસરી જી.આઇ.ડી.સી.માં  છૂટક મજૂરી કરવા માટે  ગયા હતા. બપોરે તેઓ કામ પરથી ઘરે પરત આવતા હતા. તે સમયે જી.આઇ.ડી.સી. અલિન્દ્રા કંપનીના ગેટ  પાસે એક હાઇડ્રા ક્રેનના ચાલકે તેઓને પાછળથી ટક્કર મારતા તેઓ રોડ પર પછડાયા હતા. ક્રેનના ડ્રાઇવરે તેમના પર ક્રેન ચઢાવી દેતા માથું છુંદાઇ ગયું હતું. તેઓનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. ક્રેન ચાલક વાહન છોડીને સ્થળ પરથી ભાગી છૂટયો હતો. નંદેસરી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News