ગોત્રીમાં વિસર્જન યાત્રામાં બાપ તો બાપ રહેગા..ગીતને પગલે બબાલ

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News

વડોદરાઃ ગોત્રીમાં વિસર્જન યાત્રામાં બાપ તો બાપ રહેગા..ગીતને પગલે બબાલ 1 - imageને ગાજરાવાડી વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરારને પગલે ધમકી અને હુમલાના બે બનાવ બનતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

ગોત્રીના લક્ષ્મીનગર-૨ ખાતે રહેતા અમિત ચૌબેએ કહ્યું છે કે,શ્રીજી વિસર્જન યાત્રમાં બાપ તો બાપ રહેગા..ગીત વગાડતાં સંસ્કારનગરમાં રહેતા જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો અને શ્લોક શાહે ઓપરેટરને ધમકાવી ગીત બંધ કરાવ્યું હતું.ત્યારબાદ બીજા દિવસે જયેન્દ્ર,અક્ષિત રાજ,શ્લોક અને રીતેશ લાકડી લઇ મારા પર હુમલો કરવા આવ્યા હતા.પણ હું સત્તાર શેખને ત્યાં  ભાગી જતાં બચી ગયો હતો.

અન્ય એક બનાવમાં ગાજરાવાડી હનુમાન ટેકરી ખાતે રહેતા રવિન્દ્ર ઠાકોરે કહ્યું છે કે,ગઇમધરાતે હું કામ કરતો હતો ત્યારે પાડોશમાં રહેતા કેસર ફતેસિંહ ખાને અહીં મંડપ કેમ બનાવે છે તેમ કહી ઝઘડો કર્યા બાદ કેસરખાન,મોહંમદ કેસરખાન, સાકીર કેસરખાન અને પ્રિન્સે મને માર માર્યો હતો.


Google NewsGoogle News