Get The App

માણસામાં મોપેડની ડેકી તોડી લેપટોપ અને દોઢ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
માણસામાં મોપેડની ડેકી તોડી લેપટોપ અને દોઢ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો 1 - image


ગાંધીનગર એલસીબીએ રીઢા ચોરને ઝડપી લીધો

સાગરીત સાથે મળીને અમદાવાદ અને રાજસ્થાનમાં પણ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું ઃ વધુ ગુના ઉકેલાવાની શક્યતા

ગાંધીનગર :  ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે પોલીસ તેને ઉકેલવા માટે દોડધામ કરી રહી છે. આ સ્થિતિમાં ગાંધીનગર એલસીબીની ટીમે માણસામાં લેપટોપ અને દોઢ લાખની ચોરીના ગુનાને અંજામ આપનાર અમદાવાદના રીઢા ચોરને ઝડપી લીધો છે અને તેની પૂછપરછમાં વધુ ગુના ઉકેલવાની શક્યતા પણ જોવાઈ રહી છે.

ગાંધીનગર જિલ્લામાં કારના કાચ તોડતી ગેંગ સક્રિય થઈ છે અને તેના પગલે પોલીસ દ્વારા આવા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે દોડધામ કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં ગાંધીનગર એલસીબી પીઆઇ ડી.બી વાળાની સૂચનાને પગલે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે બાતમીના આધારે નિલેષ ઉર્ફે કાલા પૃથ્વીસિંહ ભુરાભાઇ મીણેકર. રહે સીંગલની ચાલી, ફતરદાદાના મંદીરની બાજુમાં, છારાનગર, કુબેરનગરને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની પુછતાછ કરતા તેના સાગરિત ચંદ્રકાંન્ત જ્યંતીભાઇ તમંચે. મોચી વાડા સર્કલ પાસે, કુબેરનગર સાથે મળીને ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.બાદમાં એલસીબીએ રીઢા ચોરનો ગુનાહિત ઈતિહાસ ચકાસવામાં આવતાં નિલેષ ઉર્ફે કાલાએ રાજસ્થાન કોતવાલી  જયપુર પોલીસ મથકની હદમાં પણ ૧૭ લાખની ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાની હકીકત પ્રકાશમાં આવી હતી. જે ગુનામાં પણ નાસતો ફરતો હતો. આ સિવાય તેના વિરુદ્ધ અમદાવાદ - અંકલેશ્વરમાં પણ ચોરી - દારૃના ગુના નોંધાયા છે. જેનાં પગલે એલસીબીએ રીઢા ચોર પાસેથી રૃ. ૧૪ હજારની રોકડ જપ્ત કરી માણસા પોલીસને હવાલે કર્યો છે. આ આરોપીની પૂછપરછ દરમિયાન ચોરીના વધુ ગુના ઉકેલવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.


Google NewsGoogle News