સાસુના વોટ્સએપ સ્ટેટસથી મનમાં લાગી આવતાં પુત્રવધૂએ ઝેર પી લીધું

ભાયલીમાં પુત્રવધૂને ઊલટીઓ થતાં પતિને બોલાવ્યા બાદ સારવાર માટે ખસેડાઇ

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
સાસુના વોટ્સએપ સ્ટેટસથી મનમાં લાગી આવતાં પુત્રવધૂએ ઝેર પી લીધું 1 - image

વડોદરા, તા.11 શ્રાધ્ધ અંગે સાસુએ મૂકેલું વોટ્સએપ સ્ટેટસ જોતાં જ મનમાં લાગી આવતા પુત્રવધૂએ ઘરમાં રાખેલ ઝેરી પાવડર પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી છે.

ભાયલી ખાતે કલ્યાણ એમ્પોરિયામાં રહેતા વિશાલ નવીનભાઇ ટંકારીયા નોકરી કરે છે. ગઇકાલે તેઓ નોકરી પર હતા ત્યારે તેમના પત્ની દિશા (ઉ.વ.૩૫)એ ઘરમાં ઘઉંમાં જીવાત ના પડે તે માટે રાખેલ પાવડર પાણીમાં ભેળવી પી લીધો હતો. ઝેરી પાવડર પીધા બાદ તેમને ઊલટીઓ થતાં પતિને ફોન કરી ઘેર આવવા કહેતાં પતિએ તુરંત જ ઘેર આવી જઇને પત્નીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી.

આ અંગે તાલુકા પોલીસને પણ જાણ કરતાં પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે મોરબીમાં રહેતાં સાસુએ શ્રાધ્ધ અંગે વોટ્સએપ સ્ટેટસ મૂકતા પુત્રવધૂને મનમાં લાગી આવ્યું હતું અને ઝેરી પાવડર પી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભોગ બનનારના સાસુ જે હાલ નિવૃત્ત જીવન જીવે છે તેમણે વોટ્સએપ મેસેજ જોતા તેમને સારો લાગ્યો એટલે તેેને સ્ટેટસ તરીકે મૂક્યો હતો જો કે કોઇને ટાર્ગેટ તેમને કર્યા ન હતાં. પોલીસે જણાવ્યું  હતું કે કુંટુંબને સારા સંબંધો પણ છે પરંતુ ભોગ બનનારને આ સ્ટેટસથી મનમાં લાગી આવ્યું હતું.




Google NewsGoogle News