Get The App

દંપતીને ઉઠાવી જઇ ઝાડ સાથે બાંધી માર માર્યો ઃ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું

બોડેલી તાલુકામાં કામ માટે આવેલા દંપતીને એમપી લઇ જઇ અત્યાચાર ગુજાર્યો ઃ પૂર્વ પતિના સકંજામાંથી છૂટીને મહિલાની ૧૧ શખ્સો સામે ફરિયાદ

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
દંપતીને ઉઠાવી જઇ ઝાડ સાથે બાંધી માર માર્યો ઃ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું 1 - image

બોડેલી તા.૧૧ બોડેલી તાલુકાના એક ગામમાંથી પ્રેમી પતિ સાથે રહેતી મહિલાને પૂર્વ પતિ તેમજ તેના સાગરીતો મોડી રાત્રે ઉઠાવી ગયા બાદ મધ્યપ્રદેશમાં બંનેને ઝાડ સાથે બાંધી અત્યાચાર ગુજારીને મહિલા પર પૂર્વ પતિએ દુષ્કર્મ આચરતા પોલીસે ૧૧ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

મધ્યપ્રદેશના  અલીરાજપુર જીલ્લાની મૂળ વતની મહિલાનું ગામના યુવક સાથે લગ્ન થયું હતું. લગ્નના દશ વર્ષ થવા છતા મહિલાને કોઇ સંતાન ના થતાં પતિ દારૃ પીને પત્ની સાથે મારામારી કરતો હતો  અને કોઇ કામ ધંધો ના કરતા મહિલાએ પિયરમાં જઇ પતિ સાથે છૂટાછેડા લીધા હતાં. બે વર્ષ દરમિયાન મહિલા   પિયરમાં રહેતી હતી ત્યારે ગામના યુવાન સાથે પ્રેમસંબંધ થતાં બંનેએ ભાગીને પ્રેમલગ્ન કરી લીધા હતાં. 

મહિલાના હાલના પતિના સંબંધીઓ બોડેલી તાલુકાના એક ગામમાં ખેતમજૂરી કરતા હોવાથી  મહિલા તેના પતિ સાથે ખેતમજૂરી માટે બોડેલી તાલુકામાં આવી હતી. તા.૫ના રોજ આખો દિવસ ખેતીકામ કરી દંપતી ઓરડીમાં જઇ જમીને બંને ઊંઘી ગયું હતું. દરમિયાન રાત્રે આશરે ૧૧ વાગ્યાની આસપાસ ગાડીનો અવાજ આવતા મહિલાએ જાગીને જોતા બહાર છૂટાછેડા લીધેલ પતિ, સસરા, દિયર, જેઠ અને ગામના અન્ય ૮ માણસો જણાયા હતાં તેઓ જોરજોરથી બૂમો પાડી ઓરડીમાં ઘૂસીને મહિલા અને તેના પતિને માર મારી બંનેને પકડીને તુફાન ગાડીમાં જબરજસ્તીથી બેસાડી હાથ પગ બાંધીને અંધારામાં લઇ ગયેલ અને ગાડીમાં તેમજ ગામમાં લઈ જઈ બંનેને અલગ અલગ ઝાડ સાથે બાંધી માર માર્યો હતો. 

  પૂર્વ પતિએ મહિલાની મરજી વિરુધ્ધ શરીર સબંધ બાંધી માર મારતાં તે બેભાન થઈ ગઇ હતી. તા.૬ની સવારેે જાગી ત્યારે  અગાઉનો પતિ  તેના ઘરે લઈ આવેલ અને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. તા.૭ની વહેલી સવારે મહિલા જાતે દોરડુ છોડીને ભાગીને પિયરમાં આવેલ અને બોડેલી પોલીસ મથકે ૧૧ ઈસમો ફરિયાદ નોંધાવી હતી. 




Google NewsGoogle News