Get The App

કોર્પોરેશન દ્વારા શહેરના માર્ગો ઉપરથી જોખમી 227 હોર્ડિંગ્સ હટાવાયા

Updated: May 17th, 2024


Google NewsGoogle News
કોર્પોરેશન દ્વારા શહેરના માર્ગો ઉપરથી જોખમી 227 હોર્ડિંગ્સ હટાવાયા 1 - image


આગામી ચોમાસાને ધ્યાને રાખી પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત

વાહન ચાલકોને તેમજ ટ્રાફિકને અડચણરૃપ ૧૦૦૩ નાના મોટા બેનરો સામે પણ દૂર કરી દેવામાં આવ્યા

ગાંધીનગર :  આગામી ચોમાસાને ધાનેરા રાખીને ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પ્રી-મોન્સુન કામગીરી અંતર્ગત છેલ્લા ત્રણ દિવસ દરમિયાન શહેરના અલગ અલગ માર્ગો ઉપરથી જોખમી એવા ૨૨૭ જેટલા મોટા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા અને ટ્રાફિકને અર્ચન રૃપ ૧૦૦૩ જેટલા નાના મોટા બેનારો પણ દૂર કરી દેવામાં આવ્યા હતા.

ઉનાળાની આકરી ગરમી વચ્ચે મંગળવારે ગાંધીનગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડયો હતો ત્યારે આ ભારે પવનને કારણે શહેરના માર્ગો ઉપર હોડીંગ્સ પણ તૂટી ગયા હતા. જોકે સદ નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ આગામી ચોમાસાની તુને ધ્યાને રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સુન કામગીરી અંતર્ગત આવા જોખમી હોડગ્સ અને બેનરો દૂર કરવા માટેની કામગીરી શરૃ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન મહાનગરપાલિકા વિસ્તારના અલગ અલગ માર્ગો ઉપરથી જોખમી એવા ૨૨૭ જેટલા મોટા હોડગ્સ દૂર કરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં ટ્રાફિક અને વાહન ચાલકોને અડચણરૃપ ૧૦૦૩ જેટલા નાના મોટા બેનરોને પણ દૂર કરી દેવામાં આવ્યા હતા અને આગામી સમયમાં આ પ્રકારની કામગીરી ચાલુ રાખવામાં આવશે. મુખ્ય અને આંતરિક માર્ગો ઉપર તંત્રની મંજૂરી વગર લગાવવામાં આવતા આવા હોડિંગ અને બેનરો સામે કાર્યવાહીના ભાગરૃપે હવે સંચાલકો સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં મુંબઈમાં મોટું હોડગ પડવાથી ૧૬થી વધુ વ્યક્તિઓના મોત થયા છે અને આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે મહાનગરપાલિકા દ્વારા હોડગ હટાવવાની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે.


Google NewsGoogle News