વડોદરા: ગાયકવાડી શાસન વખતની વરસાદી કાંસમાં જ ડ્રેનેજ લાઈનથી નર્કાગારની સ્થિતિ

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
વડોદરા: ગાયકવાડી શાસન વખતની વરસાદી કાંસમાં જ ડ્રેનેજ લાઈનથી નર્કાગારની સ્થિતિ 1 - image


વરસાદી કાંસમાં માત્ર વરસાદી પાણી વહેતું હોય ગટરનું નહીં

વરસાદી કાંસ કચરા કેન્દ્ર બની ગઈ 

વડોદરા, તા. 17 ડિસેમ્બર 2023 રવિવાર

વડોદરામાં દાંડિયા બજારમાં લકડી પુલ પાસેથી પસાર થતી ગાયકવાડી શાસન વખતની વરસાદી કાસમાંથી જ ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે .આ લાઈન ના કારણે વરસાદી કાસ ગંદકીમાં ફેરવાઈ ગઈ છે. લીકેજના કારણે વરસાદી કાસમાં ગંદા પાણી ભરેલા રહે છે. અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે અરવિંદ આશ્રમ ની સામે લકડી પુલ આવેલ છે. તેમજ જ્યાંથી આખા શહેરનું મોનિટરિંગ થતું હોય તે સીસીટીવી કમાન્ડ સેન્ટરની કચેરીની નજીકમાં  ગાયકવાડી સમયની ઓપન વરસાદી કાંસ પસાર થાય છે. જે આટલા વર્ષોથી અડીખમ છે. 

વડોદરા: ગાયકવાડી શાસન વખતની વરસાદી કાંસમાં જ ડ્રેનેજ લાઈનથી નર્કાગારની સ્થિતિ 2 - image

વડોદરા શહેરમાં અન્ય જગ્યાએ પણ કુદરતી વરસાદી કાંસ હતી, તે તબક્કાવાર પૂરી દેવામાં આવેલ છે, ત્યારે આ દાંડિયા બજાર પાસે આવેલ ઐતિહાસિક ઓપન વરસાદી કાંસ માંથી ડ્રેનેજ લઈને પસાર કરીને વહીવટી તંત્ર વડોદરા શહેરને કઈ જગ્યાએ લઈ જવા માંગે છે તેનું ઉદાહરણ  પૂરું પાડેલ છે.

વડોદરા: ગાયકવાડી શાસન વખતની વરસાદી કાંસમાં જ ડ્રેનેજ લાઈનથી નર્કાગારની સ્થિતિ 3 - image

વરસાદી કાસમાં ફક્ત વરસાદના પાણીનો જ નિકાલ કરવાનો હોય અને તે ચોખ્ખી રાખવાની હોય પરંતુ તંત્ર દ્વારા વરસાદી કાંસમાંથી જ ડ્રેનેજ લાઈન પસાર કરી છે જેના લીધે લાઇન લીકેજ હોવાથી ડ્રેનેજના મલિન પાણી વરસાદી કાંસ માં ભરેલા રહે છે પરિણામે જેને જંગલી ઘાસ ઉગી નીકળેલ છે જીવજંતુ સાથે મચ્છર નો ઉપદ્રવ વધી ગયેલ છે એટલું જ નહીં આ વરસાદી કાસ કચરા નાખવાનો સ્પોટ બની ગયેલો છે.

વડોદરા: ગાયકવાડી શાસન વખતની વરસાદી કાંસમાં જ ડ્રેનેજ લાઈનથી નર્કાગારની સ્થિતિ 4 - image

વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર ના કહેવા મુજબ  આ સમગ્ર બાબતો વહીવટી તંત્રની ધ્યાન બહાર હોય તેવું લાગતું નથી. સ્થળની તાત્કાલિક સ્થળ તપાસ કરાવી ડ્રેનેજના પાણી બંધ કરાવવા, ઘાસ અને જંગલી વનસ્પતિ નું કટીંગ કરાવી વરસાદી કાસ જે કચરાનું જે સ્પોટ બની ગયું છે તે તાત્કાલિક બંધ ની જરૂર છે.


Google NewsGoogle News