૫૫ વર્ષ જૂની લાલબાગ ટાંકીની હાલત જર્જરિત બની

ટાંકીમાં ત્રણચાર સ્થળે લીકેજ હોવાથી વેળાસર રિપેર ન કરાય તો જોખમ

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
૫૫ વર્ષ જૂની લાલબાગ ટાંકીની હાલત જર્જરિત બની 1 - image

વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આજથી ૫૫ વર્ષ અગાઉ લાલબાગ ટાંકી બનાવી હતી. આ ટાંકીની હાલત જર્જરિત થઇ છે. ઘણા સમયથી લીકેજ પડયું હોવાથી રિપેરિંગ કરવાની આવશ્યકતા ઊભી થઇ છે.

વોર્ડ નં.૧૩ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ લાલબાગ પાણીની ટાંકી વહીવટી તંત્રની બેદરકારીના કારણે જર્જરિત બની છે. ઘણા સમયથી અધિકારીઓને રજૂઆતો કરવાં છતાં પગલા લઇ કામગીરી કરાતી નથી.

 આ ટાંકીમાં લીકેજ હોવાથી તેમાંથી પાણીની ધાર પડી રહી છે. ૧૯૬૮માં શહેરનો વ્યાપ વધતા લાલબાગ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે પણ શહેરના દક્ષિણ વિભાગમાં ઉપરાંત અન્ય વિસ્તારોને પણ લાલબાગ ટાંકીમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે. ૧૮ લાખ લીટરની કેપેસીટી ધરાવતી આ ટાંકીમાં છેલ્લા ઘણા સમયથી લીકેજ છે. ટાંકીના ઉપરના મોટા ત્રણ ચાર લીકેજ છે, જેને વહેલીતકે મરામત નહીં કરવામાં આવે તો ટાંકીને મોટું નુકસાન થાય તેવી દહેશત છે

Tuu


Google NewsGoogle News