'નાદબ્રહ્મ' કાર્યક્રમમાં શાસ્ત્રીય ગાયન-વાદનથી શ્રોતાઓ ઝૂમી ઉઠયા
જલતરંગ, સિતાર, સંતુર અને સારંગી સાથે તબલા અને હાર્મોનિયમની સંગતે જમાવટ કરી
વડોદરા : ગોરવા વિસ્તારમાં આવેલા શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજના હોલમાં પં.પુરૃષોત્તમ વાવાવલકરજીના જન્મ શતાબ્દિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે યોજાયેલા નાદબ્રહ્મ કાર્યક્રમમાં શરૃઆતમાં ગાયક મનહર સંઘવીએ વિપુલ ત્રિવેદી, ડો.જય સેવક અને અશ્વિન કુમાર સાથે રાગ યમન વિલંબિત એકલતાલમાં પ્રસ્તુત કરી હતી. તબલા ઉપર માનવ વોરા અને હાર્મોનિયમ ઉપર દેવેન્દ્ર કોઠારીએ સંગત કરી હતી.
પં.પુરૃષોત્તમ વાવાવલકરજીના જન્મ શતાબ્દી નિમિત્તે કાર્યક્રમનું આયોજન થયુ હતું
કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને અમદાવાદના સિતાર વાદક વિદુષી મંજુ મહેતા ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અતિથિ વિશેષ તરીકે પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના ડીન પ્રો.ડો.ગૌરાંગ ભાવસાર અને નૃત્ય વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રો.જગદીશ સાંગાણીએ દીપ પ્રાગટય કર્યુ હતું.રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો.