શહેરને શાંઘાઈ તો ઠીક ભ્રષ્ટાચાર કરીને પૂરનગર બનવી દેવાયું છે
વડાપ્રધાનને રજૂઆત કરવા જતા અગાઉ કોંગી નેતા-કાર્યકરોની અટકાયત
વડોદરા,વડોદરામાં વડાપ્રધાન મોદીને રજુઆત કરવા જતાં અગાઉ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરાઈ હતી.
કોંગી અગ્રણીઓ શહેરમાં આવેલા પૂરથી થયેલી તારાજીમાં રાહત પેકેજ આપવા અને પૂર રોકવા ભવિષ્યના આયોજન અને ભાજપના નિષ્ફળ વહીવટ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
તેઓનું કહેવું હતું કે, સાદાઈથી કાર્યક્રમ કે ઉદ્દઘાટન કરી પૈસાનો ક્રિમીનલ વેડફાટ શા માટે કરાય છે ? લોકોના ઘરમાં બે બે વખત પૂર અને મોંઘવારીથી ઘરમાં સાંસા છે. આખા શહેરમાં બિનજરૃરી લાઈટો લગાવી દીધી છે.
શહેરને શાંઘાઈ તો ઠીક ભ્રષ્ટાચાર કરી પૂરનગરી બનાવી દીધી છે. કરોડોનો વેડફાટ કર્યો છે. પીવાનુ પાણી નથી મળતું, સ્વાગત માટે રોડ ધોવામાં આવ્યા છે. પ્રજાના વેરાના નાણાંનો વેડફાટ શા માટે કરાયો છે ? એવો આક્રોશ વ્યક્ત કરીને કોંગી આગેવાનોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનને મળીને વડોદરા માટે પેકેજ જાહેર કરવાની, લોકોને થયેલા નુકસાનનો સર્વે કરી પૂરેપૂરું વળતર આપવા માગણી કરવાના હતા.