Get The App

પોસ્ટર કાંડમાં નિવેદન અધુરૃં રહેતા શહેર કોંગ્રેસ પ્રમુખને વારસિયા પોલીસ ફરીથી બોલાવશે

ગાંધીનગર ખાતે મીટિંગમાં જવાનું હોવાનું કહી નીકળી ગયા

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
પોસ્ટર કાંડમાં નિવેદન અધુરૃં રહેતા   શહેર કોંગ્રેસ પ્રમુખને વારસિયા પોલીસ ફરીથી બોલાવશે 1 - image

 વડોદરા,પોસ્ટર કાંડમાં સંડોવાયેલા શહેર કોંગ્રેસ પ્રમુખ આજે વારસિયા  પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ગાંધીનગર મીટિગમાં જવાનું હોવાથી આજે પણ તેઓ નિવેદન અધુરૃં રાખીને જતા રહ્યા હતા. જેથી, પોલીસ તેઓને ફરીથી બોલાવશે.

ભાજપના પૂર્વ ઉમેદવાર રંજનબેન ભટ્ટના વિરોધમાં લગાડેલા પોસ્ટરના મામલે વારસિયા પોલીસે કોર્ટની મંજૂરી મેળવી તપાસ  હાથ ધરી હતી. તપાસ  દરમિયાન પોસ્ટર કાંડમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નામ ખૂલતા વારસિયા પોલીસે તેઓને નિવેદન માટે બોલાવ્યા હતા. અગાઉ અધુરૃં નિવેદન લખાવીને ગયેલા કોંગ્રેસ પ્રમુખ આજે ફરીથી વારસિયા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જોકે, પોસ્ટર અંગે પોતાને કંઇ ખબર નહીં હોવાનું રટણ તેણે ચાલુ રાખ્યું હતું. ગાંધીનગર ખાતે મિટીંગમાં જવાનું હોવાથી આજે પણ તેઓ નિવેદન અધુરૃં રાખીને જતા રહ્યા હતા. 


Google NewsGoogle News