શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારકા ગયા હોવાથી નિવેદન આપવા ના આવ્યા
પોસ્ટર કાંડમાં હજી અન્ય લોકોની સંડોવણી બહાર આવવાની શક્યતા
વડોદરા,પોસ્ટર કાંડમાં પૂછપરછ માટે સંડોવણી બહાર આવ્યા પછી પોલીસ સ્ટેશન જવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારકા ગયા હોવાથી તેઓ પરત આવ્યા પછી તેનું નિવેદન લેવાશે.
શહેરમાં પોસ્ટર ચોંટાડવાના કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે હાલમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નામ બહાર આવ્યું છે. અટલાદરા અને વારસિયા પોલીસ સ્ટેશનમાં નંધાયેલા બે કેસમાં પકડાયેલા યુવાનો પૈકી હરિશને ફરીથી પૂછપરછ કરવા માટે વારસિા પોલીસે બોલાવ્યો છે. તે આવ્યા પછી તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. જે ઘરના કંપાઉન્ડમાંથી પોસ્ટર લાવવામાં આવ્યા હતા. તેને સાથે રાખીને તપાસ કરવામાં આવશે. જ્યારે અટલાદરા પોલીસે વધુ તપાસ માટે કોર્ટની મંજૂરી મેળવી હતી. ત્યારબાદ પોલીસે નિવેદન માટે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને હાજર થવા માટે નોટિસ ઇશ્યૂ કરી હતી. પોલીસ ઋત્વિજના ઘરે નોટિસની બજવણી કરવા ગઇ ત્યારે તેણે પૂનમ હોવાથી દ્વારકા જવાનું હોત્થી ત્યાંથી પરત આવ્યા પછી પોતે નિવેદન લખાવશે. પોસ્ટર કાંડમાં અન્ય લોકોની સંડોવણી હોવાની પણ શક્યતા છે.