Get The App

કોર્ટમાં રજૂ કરતા પહેલા આરોપીઆનોે કોવિડ ટેસ્ટ કરાવવાનો પરિપત્ર રદ્દ

આરોગ્ય વિભાગે નવો પરિપત્ર બહાર પાડયો

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
કોર્ટમાં રજૂ કરતા  પહેલા   આરોપીઆનોે કોવિડ ટેસ્ટ કરાવવાનો પરિપત્ર રદ્દ 1 - image

વડોદરા,કોરોનાની મહામારી શરૃ થતા આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા સમયે  કોવિડ ટેસ્ટ કરવા અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જે પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો છે.

વર્ષ - ૨૦૨૦માં કોરોના મહામારી ફેલાતા તેને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી હતી. તે સમયે એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો હતો કે, પોલીસ દ્વારા જ્યારે કોઇ ગુનાના કામે આરોપીને  પકડવામાં આવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તે  પહેલા કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો હતો. પરંતુ, હવે કોરોનાના નવા કેસ નોંધાતા બંધ થયા છે. ત્યારે આરોગ્ય વિભાગે એક પરિપત્ર બહાર પાડી આરોપીઓના કોવિડ ટેસ્ટ કરવાનો અગાઉનો પરિપત્ર રદ્દ કર્યો છે.


Google NewsGoogle News