Get The App

કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમનો વડોદરા જિલ્લામાં ત્રણ દિવસ પડાવઃસરકારી હોસ્પિટલોની મુલાકાત લેશે

Updated: Nov 20th, 2024


Google News
Google News
કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમનો વડોદરા જિલ્લામાં ત્રણ દિવસ પડાવઃસરકારી હોસ્પિટલોની મુલાકાત લેશે 1 - image

વડોદરાઃ કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમે વડોદરા જિલ્લામાં ત્રણ દિવસ ધામા નાંખી યોજનાઓ તેમજ આરોગ્ય લક્ષી અન્ય કામગીરીની વિગતો મેળવશે.

જિલ્લા પંચાયતના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,દર ત્રણ-ચાર વર્ષે કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જુદાજુદા રાજ્યોમાં કોઇ પણ બે જિલ્લાનો સર્વે કરવામાં આવે છે.

આ વખતે વડોદરા અને કચ્છ જિલ્લામાં કેન્દ્રના ૯ અધિકારીઓની ટીમ મુલાકાતે આવી છે.જેમાં રાજ્યના ત્રણ અધિકારીઓ પણ સામેલ થયા છે.આ ટીમ દ્વારા આજે સોખડા પીએચસીની કામગીરીની માહિતી મેળવવામાં આવી હતી.

જિલ્લાના મુખ્ય આરોગ્ય અમલદાર ડો. મિનાક્ષી ચૌહાણે કહ્યું છેકે,ટીમ દ્વારા લાલજીપુરા ગામે પણ લોકો સાથે સંવાદ કરી આરોગ્યની સેવાઓની માહિતી મેળવવામાં આવી હતી.આવતીકાલે તેઓ કોર્પોરેશન વિસ્તારની આરોગ્ય સેવાઓ અને ત્યારબાદ સિવિલ  હોસ્પિટલની પણ મુલાકાત લેનાર છે.

Tags :
vadodarahealthteamcentralinvestigationdistrict3-days

Google News
Google News