તાંદલજાની બેસીલ સ્કૂલ સામે સોસાયટીના મકાનમાંથી 5 કિલાે ગાંજા સાથે કેરિયર પકડાયો

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
તાંદલજાની બેસીલ સ્કૂલ સામે સોસાયટીના મકાનમાંથી 5 કિલાે ગાંજા સાથે કેરિયર પકડાયો 1 - image

વડોદરાઃ તાંદલજા વિસ્તારમાં બેસીલ સ્કૂલની સામેની સોસાસટીના મકાનમાં ગાંજાનો ધંધો ચાલતો હોવાની વિગતોને પગલે પોલીસે   દરોડો પાડી પ કિલો ઉપરાંતનો ગાંજા સાથે કેરિયરને ઝડપી પાડયો હતો.

તાંદલજાની શકિલાપાર્ક સોસાયટીમાં રહેતો અબ્દુલ ઇબ્રાહિમભાઇ પટેલ અગાઉ ગાંજાના કેસમાં પકડાયો હતો અને ફરી ગાંજાનો ધંધો કરતો હોવાની વિગતો મળતાં એસઓજીના પીઆઇ વી એસ પટેલે ટીમને એક મહિનાથી વોચ માટે ગોઠવી હતી.

અબ્દુલને ત્યાં ગાંજાનો જથ્થો હોવાની પાકી માહિતી મળતાં આજે બપોરે પોલીસે દરોડો પાડયો હતો અને તે દરમિયાન રૃ.૫૧ હજારની કિંમતનો ૫ કિલોથી વધુ ગાંજો મળી આવ્યો હતો.જેથી પોલીસે અબ્દુલ પટેલની ધરપકડ કરી હતી.

અબ્દુલ ગાંજાનો જથ્થો કેટલા સમયથી અને કોની પાસેથી લાવતો હતો,તેના નિયમિત ગ્રાહકો કોણ હતા જેવી માહિતી મેળવવા માટે પોલીસે બે મોબાઇલ કબજે લઇ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.


Google NewsGoogle News