સ્ટેશન વિસ્તારમાં કાર અને પોલીસ વચ્ચે રેસ,બાઇકને ફંગોળી ફુલસ્પીડે કાર ચાલક ફરાર

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
સ્ટેશન વિસ્તારમાં કાર અને પોલીસ વચ્ચે રેસ,બાઇકને ફંગોળી ફુલસ્પીડે કાર ચાલક ફરાર 1 - image

વડોદરાઃ સ્ટેશન વિસ્તારમાં ગઇરાત્રે પોલીસથી બચવા માટે પૂરઝડપે કાર ભગાડનાર કાર ચાલકે એક બાઇકને ટક્કર મારી હતી.

સયાજીગંજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પૂરપાટ અને વાંકીચૂકી આવી રહેલી એક કારને જોઇ શંકા જતાં પોલીસે કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો.કારચાલકે કાર દોડાવી મૂકતાં પોલીસે તેનો પીછો કર્યો હતો.

આ દરમિયાન અલકાપુરી નાળા પાસે કાર ચાલકે વધુ સ્પીડમાં કાર ભગાડી હતી અને એક  બાઇક ને ટક્કર મારી પોલીસને ચકમો આપીને આંબેડકર સર્કલ તરફ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.જેથી સયાજીગંજ પોલીસે કારના નંબરને આધારે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News