હરણી લેકઝોનનાે બોટ ઓપરેટર તદ્દન બિનઅનુભવી,હેલ્પરને તરતાં આવડતું નહતું
વડોદરાઃ હરણી લેકઝોનની તપાસ દરમિયાન ચોંકાવનારા ખૂલાસા થઇ રહ્યા છે.આ કોન્ટ્રાક્ટમાં કેટલી હદે ગેરરીતિ થઇ હતી તેની એક પછી એક વિગતો બહાર આવી રહી છે.
પોલીસ કમિશનરે કહ્યું હતું કે,હરણી લેકઝોનનો કોન્ટ્રાક્ટ ધરાવનાર મે.કોટિયા પ્રોજેક્ટના સંચાલકોએ બોટિંગનો કોન્ટ્રાક્ટ ડોલફિન એન્ટરટેનમેન્ટના સંચાલક નિલેશ જૈનને આપ્યો હતો.નિલેશ અને પરેશ શાહ તેનો વહીવટ કરતા હોવાના અમને પુરાવા મળ્યા છે.બંને સાથેની ચેટ પોલીસ તપાસી રહી છે.
ડોલફિન કંપની દ્વારા પણ માણસો રાખવામાં બેદરકારી રાખવામાં આવી હોવાની માહિતી બહાર આવી છે.જેમાં બોટનો ઓપરેટર નયન ગોહિલ સ્વિમિંગ જાણતો હતો પણ તેને કોઇ અનુભવ નહિં હોવાની માહિતી જાણવા મળી છે.
આ ઉપરાંત બાળકોને લઇ જતી બોટનો હેલ્પર પણ સ્વિમિંગ નહિં જાણતો હોવાની માહિતી જાણવા મળી છે.જેથી પોલીસે નિલેશ જૈનને પણ આરોપી બનાવ્યો છે.