Get The App

ગ્રાહકોના ખાતામાં લાખોની રકમ ની ઉથલપાથલ કરનાર મેનેજરે રૃપિયા ક્યાં નાંખ્યા,હિસાબ આપતો નથી

અધિકારીઓના દબાણ થી એન્ટ્રીઓ સૂલટાવી હોવાનું રટણ કરતા મેનેજર પાસે રીકવરી કેવી રીતે થશે

Updated: May 20th, 2024


Google NewsGoogle News
ગ્રાહકોના ખાતામાં લાખોની રકમ ની ઉથલપાથલ કરનાર મેનેજરે રૃપિયા ક્યાં નાંખ્યા,હિસાબ આપતો નથી 1 - image

વડોદરાઃ રેસકોર્સ વિસ્તારની સિટિ યુનિયન બેન્કના પૂર્વ મેનેજર ફાનીકુમારે કામ માટે દબાણ કરતા ઉપરી અધિકારીઓથી કંટાળીને ગ્રાહકોના ખાતાઓની રકમો ઉલટાવી હોવાની કબૂલાત કરી અધિકારીઓ પર ઢોળી દેવાનો પ્રયાસ કરતાં પોલીસે તેની પૂછપરછ જારી રાખી છે.

હાલોલમાં ફેક્ટરી ધરાવતા વિજયભાઇ પટેલને વિશ્વાસમાં લઇ તેમના બેન્ક ખાતાના ચેકો લઇ લેનાર સિટિ યુનિયન બેન્ક રેસકોર્સના પૂર્વ મેનેજર ફાનીકુમારે આ ચેકોનો દુરુપયોગ કર્યો હતો.જેથી ફાનીકુમારની ટ્રાન્સફર થયા બાદ બેન્કે ખાતેદાર પાસે રૃ.૧.૫૮ કરોડ ભરાવતાં તેણે પૂર્વ મેનેજર ફાનીકુમાર અને તેના મદદગારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આવી જ રીતે ફાની કુમારે એક એનઆરઆઇના બેન્ક ખાતેદારની એફડીની રૃ.૪૫ લાખની રકમ ઓમ એન્જિનિયિરંગના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી.

બેન્કના મેનેજરે જ ખાતેદારોનો વિશ્વાસ ઘાત કરતાં તેમની સામે પોલીસ ફરિયાદો નોંધાઇ હતી.ગોરવા પોલીસના પીઆઇ કિરિટ લાઠિયાએ ફાનીકુમારની ધરપકડ કરી છ દિવસના રિમાન્ડ પર લીધો છે.

પોલીસ સમક્ષ ગલ્લાતલ્લા કરતા પૂર્વ મેનેજરે રકમનું શું કર્યું તેની કોઇ સ્પષ્ટતા કરી નથી.પરંતુ પૂછપરછ દરમિયાન તેણે  બેન્કના ઉપરી અધિકારીઓ ટાર્ગેટ પુરા કરવા માટે દબાણ કરતા હોવાથી આમ કર્યું હોવાની કબૂલાત કરી હતી.પોલીસે આવા કેટલા ખાતામાંથી રકમોની ઉથલપાથલ કરી છે અને આ રકમ ક્યાં પગ કરી ગઇ તે મુદ્દે તપાસ જારી રાખી છે.

પૂર્વ મેનેજરે પોતાના બેન્ક એકાઉન્ટનું બેલેન્સ  પણ પતાવી દીધું

પોલીસ માટે રકમ રીકવર કેવી રીતે કરવી તે મુદ્દો માથાનો દુખાવો

સિટિ યુનિયન બેન્કના પૂર્વ મેનેજરે કેટલા ખાતામાં રકમોની ઉથલપાથલ કરી છે અને આ રકમ ક્યાં પગ કરી ગઇ તે મુદ્દે પોલીસને હજી કોઇ નક્કર માહિતી હાથ લાગી નથી.

સિટિ યુનિયન બેન્કના પૂર્વ મેનેજર ફાની કુમારે તેમના પર વિશ્વાસ મૂકી વહીવટ કરવા માટે ચેકો આપનાર ગ્રાહકોનો વિશ્વાસઘાત કરી તેમના ખાતાઓમાંથી રૃ.૨ કરોડ ઉપરાંતની રકમની હેરાફેરી કરી હતી.

ગોરવા પોલીસે ફાનીકુમાર પાસે રકમ રીકવર કરવા માટે તપાસ કરતાં તેના બેન્ક એકાઉન્ટમાં નહિં જેવું બેલેન્સ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.ફાનીકુમાર તેની પાસે કોઇ રકમ નહિં આવી હોવાનું રટણ કરે છે.જેથી પોલીસ માટે રકમ રીકવર કરવી માથાનો દુખાવારૃપ બન્યું છે.


Google NewsGoogle News