અડાલજ ખાતે હોટલો સહિત કોમર્શિયલ દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
એસજી હાઇવેને કનેક્ટ કરતા અમદાવાદ મહેસાણા માર્ગ ઉપર
૧૪ હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઇઃવહિવટી તંત્ર સાથે પંચાયત, ગુડા અને આરએન્ડબીનું સંયુક્ત ઓપરેશન
આ કડક ઝુંબેશ અંતર્ગત અડાલજ ખાતે આવેલા અમદાવાદ-મહેસાણા
હાઇવે એટલે કે, એસ.જી.
હાઇવેથી અમદાવાદ-મહેસાણા હાઇવેને કનેક્ટ કરતાં રોડ પર ગાંધીનગર શહેરી વિકાસ
સત્તામંડળ દ્વારા, ટી.પી
રોડના હદ નિશાન ડીમાર્કેશન કર્યા બાદ માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરની અંદાજિત ૧૪
હજાર ચોરસ મીટરની હદમાં આવતાં અંદાજે ૫ થી
૭ લાખ રૃપિયાની કિંમતના બિનઅધિકૃત સ્થાયી તથા અસ્થાયી રૃપે ઉભા કરવામાં આવેલા
કાચાં તથા પાકાં વાણિજ્યક દબાણો દૂર કરવામાં આવ્યા છે. અહીં ગેરકાયદે રીતે હોટલો, લારી, ગલ્લાંચાલતા હતા
તેના ઉપર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે.
આ સંપૂર્ણ ઝુંબેશ ગાંધીનગર કલેક્ટર મેહુલ દવેના સીધા
માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ
મેજીસ્ટ્રેટ ગાંધીનગર પાથ કોટડિયા,
મામલતદાર તથા એક્ઝેકયુટીવ મેજીસ્ટ્રેટ,
ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં હાથ ધરાઈ હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત
સાથે, માર્ગ
મકાન વિભાગ, ગાંધીનગર
અને ગુડાના અધિકારીઓ તથા કર્મચારીઓને સાથે રાખી
વિવિધ દબાણો દુર કરવામાં આવ્યા હતા.
માર્ગ સલામતીને જોખમી દબાણો દૂર કરાયાઃફેન્સીંગ કરી દેવાઇ
ગાંધીનગરના અડાલજ ખાતે મહેસાણા-અમદાવાદ હાઇવેની બન્ને બાજુએ ગેરકાયદે હોટલ-ઢાબા શરૃ થઇ ગયા છે. જે માર્ગ સલામતીની દ્રષ્ટીએ ખુબ જ જોખમી સાબિત થઇ રહ્યા છે આવી સ્થિતિમાં અગાઉ કલેક્ટરની સુચનાને પગલે ખાસ ડ્રાઇવ કરીને રાજકીય પીઠબળ ધરાવતા દબાણકારોના પણ દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા. ત્યારે ફરી અહીં ડિમોલેશન ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ૧૪ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરી દેવાઇ છે.ત્યારે આ દબાણ હટાવ્યા બાદ ફરી કોઈ દબાણો ઊભા ન થાય તેની તકેદારીના ભાગ રૃપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાર ફેન્સિગ કરવાની કામગીરી પણ શરૃ કરી દેવામાં આવી છે.