Get The App

ત્રણ મહિનામાં ૯ મોપેડની ચોરી કરનાર આરોપી ઝડપાયો

મકરપુરા અને પાણીગેટ વિસ્તારમાં ગ્રાઉન્ડમાં મૂકેલા આઠ વાહનો કબજે

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
ત્રણ મહિનામાં ૯ મોપેડની ચોરી કરનાર આરોપી ઝડપાયો 1 - image

વડોદરા,તરસાલી, આજવા રોડ, પાણીગેટ તથા વાઘોડિયા રોડ વિસ્તારમાંથી છેલ્લા ત્રણ મહિનામાં ૯ વાહનોની ચોરી કરનાર આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડયો છે.

શહેરમાં થતા વાહન ચોરીના ગુનાઓ એક જ પ્રકારની પદ્ધતિનથી થતા હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી હતી.  જેના કારણે પાણીગેટ પોલીસે સી.સી.ટી.વી.ના ફૂટેજની ચકાસણી શરૃ કરી હતી. ફૂટેજ જોતા ચોર અગાઉ વાહન ચોરીમાં પકડાયેલો  રાજેશ ઉર્ફે રાજુ ગિરધારીલાલ મોતીયાણી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તપાસ કરતા વાઘોડિયા રોડ રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ પાસે મોપેડ લઇને ઉભો હોવાનું જાણવા મળતા પોલીસે સ્થળ પર જઇને તેને ઝડપી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે એક મહિના પહેલા તરસાલી બંસલ મોલ પાસેથી રાતે દશ વાગ્યે ચોરી કરી હતી. તેણે કુલ ૯ મોપેડની ચોરી કબૂલી હતી. ચોરીના મોપેડ તેણે પાણીગેટ ઠેકરનાથ સ્મશાન પાસે, મકરપુરા હનુમાનજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં મૂક્યા છે. પોલીસે તેને સાથે રાખી ઉપરોક્ત સ્થળે તપાસ કરતા આઠ મોપેડ મળી આવ્યા હતા. તેણે મુખ્યત્વે તરસાલી, આજવા રોડ, પાણીગેટ તથા વાઘોડિયા રોડ પરથી છેલ્લા ત્રણ મહિના દરમિયાન ચોરી કરી  હતી.  પોલીસે રાજેશ મોતીયાણી (રહે. વ્રજ રેસિડેન્સી, એરફોર્સ સ્ટેશન સામે, મકરપુરા) ની પાસેથી ૯ વાહન કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News