Get The App

વડોદરા પાસે હાઇવે પર 4 વર્ષ પહેલાં લક્ઝરી બસના મુસાફરને લૂંટનાર આરોપી ભૂજથી પકડાયો

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
વડોદરા પાસે હાઇવે પર 4 વર્ષ પહેલાં  લક્ઝરી બસના મુસાફરને લૂંટનાર આરોપી ભૂજથી પકડાયો 1 - image

વડોદરાઃ વડોદરા નજીક હાઇવે પર ચાર વર્ષ પહેલાં લક્ઝરી બસના મુસાફરને લૂંટવાના બનાવનો આરોપી ભૂજ ખાતેથી પકડાયો છે.

ચાર વર્ષ પહેલાં રાત્રિના સમયે સુરત થી તારાપુર જતી બસ વડોદરા પાસે કપૂરાઇ-વાઘોડિયા ચોકડી વચ્ચે રોકાઇ ત્યારે એક મુસાફર લઘુશંકા કરવા માટે નીચે ઉતર્યો હતો.

આ વખતે ચાર જણાએ તેને મારી નાંખવાની ધમકી આપી રોકડા રૃ.પ હજાર, ચાંદીનું કડુ અને મોબાઇલની લૂંટ ચલાવી હતી.પાણીગેટ પોલીસે આ અંગે ગુનો નોંધતા તપાસ દરમિયાન ગોવિંદ રમેશભાઇ વાદી (વડા ગામ,લુણાવાડા,મહીસાગર)નું નામ ખૂલ્યું હતું.ગોવિંદ હાલમાં  ભૂજ ખાતે હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડયો હતો.


Google NewsGoogle News