Get The App

વડોદરા શહેરમાંથી તડીપાર કરેલો આરોપી કિશનવાડીમાંથી ઝડપાયો

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
વડોદરા શહેરમાંથી તડીપાર કરેલો આરોપી કિશનવાડીમાંથી ઝડપાયો 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 24 નવેમ્બર 2023 શુક્રવાર

એસઓજીની ટીમના સ્ટાફ શહરેમાંથી હદપાર કર્યા હોય તેવા આરોપીઓે ચેક કરવા માટે શહેરમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે કિશનવાડી વુડાના મકાનમાં રહેતો અર્જુન ઉર્ફે ભોપો સોમા માછીને શહેરમાંથી તડ઼ીપાર કર્યો હોવા છતાં તે તડીપારના હુકમનો ભંગ કરીને તેના ઘરે આવ્યો છે. જેના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના સ્થળ પર તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને વધુ કાર્યવાહી માટે વારસીયા પોલીસને સોપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપીને શહેરમાંથી એક વર્ષ માટે તડીપાર કરાયો હતો.


Google NewsGoogle News