બોગસ દસ્તાવેજો બનાવી BOB હાઉસિંગમાંથી 71 લાખની લોન લઇ ફરાર આરોપી 14 વર્ષે પકડાયો

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
બોગસ દસ્તાવેજો બનાવી BOB હાઉસિંગમાંથી 71 લાખની લોન લઇ ફરાર આરોપી 14 વર્ષે પકડાયો 1 - image

વડોદરાઃ બોબ હાઉસિંગમાંથી લોન લીધા બાદ રકમ ભરપાઇ નહિં કરી છેતરપિંડી કરવાના ગુનાનો આરોપી ૧૪ વર્ષ બાદ અમદાવાદથી પકડાયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૦૪માં એક ફરિયાદ નોંધાઇ હતી.જેમાં મિનેષ શાંતિલાલ ભાલજા (બુદ્ધદેવ કોલોની,કારેલીબાગ,વડોદરા) સામે ગુનો નોંધાયો હતો.મિનેષ અને અન્ય લોકોએ સયાજીગંજના સૂરજ પ્લાઝા ખાતે બોબ હાઉસિંગમાંથી લોન લેવા માટે ટીમ્બા ગામે મહાશક્તિ એગ્રો મિલની ફેક્ટરીના સ્ટોર રૃમોને દુકાનો બતાવતા દસ્તાવેજો રજૂ કરી રૃ.૭૧ લાખની લોન લીધી હતી.

લોનની રકમ ભરપાઇ નહિં કરતાં પોલીસ ફરિયાદ થઇ હતી અને ત્યારબાદ મિનેષ ફરાર થઇ ગયો હતો.છેલ્લા કેટલાક સમયથી તે અમદાવાદ ખાતે રહેતો હોવાની વિગતો મળતાં પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ કે જે વસાવા અને ટીમે વોચ રાખી ન્યુ મણીનગર રામોલ ખાતે સતગુરૃ સાંનિધ્ય એપાર્ટમેન્ટમાંથી તેને ઝડપી પાડયો હતો.

પોલીસે કહ્યું છે કે,આ ગુનામાં તેની બંને પુત્રીની પણ સંડોવણી હતી અને તે બંને વિદેશમાં છે.જ્યારે,મિનેષે પણ આફ્રિકા સહિત જુદીજુદી જગ્યાએ આશ્રય લીધો હોવાનું જાણવા મળ્યું છે.તેને સયાજીગંજ પોલીસને સોંપવામાં આવ્યો છે.


Google NewsGoogle News