Get The App

સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારાઇ

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારાઇ 1 - image


જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ સેશન્સ સ્પે.પોકસો નડિયાદ કોર્ટનો ચુકાદો

પીડિતાને રૂપિયા ૪ લાખ વળતર પેટે ચૂકવવાનો પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો

નડિયાદ: નડિયાદ જોઈન્ટ ડિસ્ટ્રીક્ટ સેશન્સ (સ્પે.પોકસો) કોર્ટે સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ કર્યોહતો. પીડિતાને વળતર પેટે ૪ લાખ રૂપિયા પણ ચૂકવવાનો હુકમ કર્યો હતો.

આ ચકચારી બનાવની હકીકત એવી છે કે, તા.૨૭/૦૬/૨૦૨૦ ના રોજ કપડવંજ તાલુકાના વડવાળી મુવાડી ગામેથી સગીરાને મિલેન્દ્રસિંહ ઉર્ફે રાહુલ રણજીતસિંહ ચૌહાણ ફોસલાવી પટાવી અલ્ટો ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયો હતો. બાદમાં સગીરાને નરેન્દ્રસિંહ જેણસિંહ ઉર્ફે જેડમસિંહ ચૌહાણને સોપી દેતાં તેણે સગીરા પર અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે પીડિતાના વાલીએ કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

 આ કેસ જોઇન્ટ ડિસ્ટ્રિક્ટ અને સ્પે.જજ (પોકસો) એસ.પી.રાહતકરની કોર્ટમાં સ્પે.પોકસો કેસ ચાલી જતાં સરકારી વકીલની દલીલ તેમજ સાહેદોના ૧૧ મૌખિક પુરાવા અને ૨૮ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ આરોપી નરેન્દ્રસિંહ જેણસિંહ ઉર્ફે જેડમસિંહ ચૌહાણને જુદીજુદી કલમો હેઠળ કુલ ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.ક્રિમીનલ પ્રો.કોડની કલમ ૩૫૭(એ) મુજબ ભોગ બનનારને વળતર પેટે રૂા.૪,૦૦,૦૦૦ ચૂકવી આપવાનો પણ હુકમ કર્યો હતો.


Google NewsGoogle News