ગુજરાત,રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પેટ્રોલની લાઇનોમાં વાલ્વ લગાવી ચોરી કરતો આરોપી પકડાયો

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
ગુજરાત,રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં  પેટ્રોલની લાઇનોમાં વાલ્વ લગાવી ચોરી કરતો આરોપી પકડાયો 1 - image

વડોદરાઃ જુદાજુદા રાજ્યોમાં પેટ્રોલ-ઓઇલની લાઇનો પંચર કરી કાલા સોનાની ચોરી કરવામાં માહેર મનાતા આરોપીને વડોદરા પોલીસે ઝડપી પાડી મધ્યપ્રદેશ પોલીસને સોંપવા માટે તજવીજ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશના જાબુવા ખાતેના મેઘનગર પોલીસ સ્ટેશનમાં  પેટ્રોલની લાઇનોમાં વાલ્વ લગાવી ચોરી કરવાના કેસમાં વડોદરાના અમરસિંહ કેસરીસિંહ રાઠોડની સંડોવણી જણાઇ આવી હતી.

અમરસિંહ સામે અગાઉ ગુજરાતના કેટલાક પોલીસ સ્ટેશનોમાં તેમજ રાજસ્થાનમાં ગુના નોંધાયા તા.જેથી એમપી અને રાજસ્થાન પોલીસે વડોદરા પોલીસ કમિશનરને પત્ર લખી આરોપીને શોધવા માટે મદદ માંગી હતી.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઇકાલે અમરસિંહ રાઠોડ(રહે.શ્રીજી સોસાયટી, ગોરવા)ને ઝડપી પાડયો હતો અને એમ પી પોલીસને જાણ કરી હતી.


Google NewsGoogle News