Get The App

ઓડિશાના સપ્લાયર પાસેથી ગાંજો મંગાવી વેચાણ કરતો આરોપી ઝડપાયો

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
ઓડિશાના સપ્લાયર પાસેથી ગાંજો મંગાવી વેચાણ કરતો આરોપી ઝડપાયો 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 17 ડિસેમ્બર 2023 રવિવાર

કરોળિયા ગામ જલારામ નગરમાં રહેતા આરોપીને ઓડીસાથી ગાંજો આપવા આવેલા સપ્લાયર સહિત બંને આરોપીને એસ ઓ જી ની ટીમે રંગે હાથે ઝડપી લીધા હતા.

એસ ઓ જી પોલીસ ની માહિતી મળી હતી કે કરોળિયા ગામ જલારામ નગર મકાન નંબર 502 માં રહેતો 22 રવિન્દ્રભાઈ પટેલ ઓડિસાના એક શખ્સ પાસેથી ગાંજાને ખરીદી કરીને વેચાણ કરવા માટે લાવ્યો છે અને વેચાણ કરી રહ્યો છે જેથી છેલ્લા એક મહિનાથી એસોજી ની ટીમ દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સૃષ્ટિ તેના પર વોચ રાખવામાં આવી હતી દરમિયાન માહિતી મળી હતી કે ભાવેશ ના ઘરે ઓડિશા નું એક શખ ગાંજો કાપવા આવ્યો છે જેથી પોલીસે બાત ની વાડી જગ્યાએ રેડ કરતા ભાવેશ પાનપાટીલ તથા બોડી સાથે ગાંજાનો જથ્થો આપવા આવેલો સાલિયાડુ સુશાંત સાલિયાડુ કુરેસુ દોરા મળી આવ્યા હતા પોલીસે તેમની પાસેથી 16.982 કિલો ગાંજો કિંમત રૂપિયા 1.69 લાખ 93 મોબાઈલ સહિત કુલ 1.83 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે્

આરોપી ભાવેશ પાન પાટીલ સામે અગાઉ ડીસીબી એન સી બી માં એનડીપીએસનું તથા મહારાષ્ટ્ર ના પાલ ઘરમાં મારામારી તથા અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં પેરોલ જંપનો ગુનો દાખલ થયો છે.


Google NewsGoogle News