ખોડિયાર નગર વ્હાઇટ વુડાના મકાનમાં દારૃ વેચતો આરોપી ઝડપાયો

પોલીસે દારૃની ૨૧૬ બોટલ કબજે કરી : એક આરોપી વોન્ટેડ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News

 ખોડિયાર નગર વ્હાઇટ વુડાના મકાનમાં દારૃ વેચતો આરોપી ઝડપાયો 1 - imageવડોદરા,ન્યૂ વી.આઇ.પી. રોડ ખોડિયાર નગર પાસે વ્હાઇટ વુડાના મકાનમાં દારૃનો ધંધો કરતા આરોપીને પોલીસે ઝડપી પાડી દારૃની ૨૧૬ બોટલ કબજે કરી છે.

ખોડિયાર નગર વ્હાઇટ વુડાના મકાનમાં રહેતો જગદીશ ઉર્ફે જગ્ગી વસાવા વિદેશી દારૃ લાવ્યો છે. બ્લોક નંબર ૩ અને ૪ ની વચ્ચેની જગ્યામાં તે દારૃ ઉતારી વેચાણ કરી રહ્યો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી,  પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા જગદીશ ઉર્ફે જગ્ગી રમેશભાઇ વસાવા ( રહે. વ્હાઇટ વુડાના મકાનમાં, ખોડિયાર નગર) મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી વિદેશી દારૃની ૨૧૬ બોટલ કિંમત રૃપિયા ૩૧,૨૦૦ ની કબજે કરી છે. જગદીશ સામે બાપોદમાં મારામારી પ્રોહિબિશન તથા રાવપુરામાં પ્રોહિબિશનના ગુનાઓ પાંચ ગુનાઓ નોંધાયા છે. પોલીસે હિરેન પરમારને વોન્ટેડ જાહેર કર્યો છે.


Google NewsGoogle News