વાડી શાસ્ત્રી બાગ પાસે કારમાં દારૃ વેચતો આરોપી ઝડપાયો

નિલેશ નામના સપ્લાયર પાસેથી દારૃ લીધો હોવાની દિશામાં પોલીસની તપાસ શરૃ

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
વાડી શાસ્ત્રી બાગ પાસે કારમાં દારૃ વેચતો આરોપી ઝડપાયો 1 - image

વડોદરા,વાડી શાસ્ત્રી બાગ પાસે દારૃનો ધંધો કરતા બૂટલેગરને પાણીગેટ પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે સ્થળ પરથી દારૃ અને બિયર ભરેલી કાર કબજે કરી છે.

પાણીગેટ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે,શાસ્ત્રી બાગ  પાસે સ્વામિનારાયણ કોમ્પલેક્સની સામે મુકેશ ઉર્ફે સરજોન કારમાં દારૃનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. જેથી, પી.આઇ.એસ.એ.ગોહિલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી. પોલીસે કારને કોર્ડન કરી મુકેશ ઉર્ફે સરજોન રામઅભિલાષ કનોજીયા ( રહે. ગોમતીપુરા, ગાજરાવાડી) ને ઝડપી પાડયો હતો. પોલીસે તપાસ કરતા ડીકીમાંથી વિદેશી દારૃની ૧૨ બોટલ અને બિયરના ૯૦ ટીન મળી કુલ રૃપિયા ૨૯,૪૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે કાર અને દારૃ મળીને કુલ રૃપિયા ૨.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સામે અગાઉ પ્રોહિબીશનના ૮ ગુના દાખલ થયા છે.

સરજોને નિલેશ નામના શખ્સ પાસેથી દારૃનો જથ્થો મંગાવ્યો હોવાની વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે. અને થોડા દિવસ  પહેલા જ નિલેશ નામના શખ્સે દારૃની ટ્રક મંગાવી હતી. પાણીગેટ પોલીસે પણ આ દિશામાં તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News