કારમાં વિદેશી દારૃ મૂકીને વેચતો આરોપી પકડાયો

દારૃની ૩૯ બોટલ અને કાર સહિત ૪.૩૨ લાખનો મુદ્દામાલ કબજે

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
કારમાં વિદેશી દારૃ મૂકીને વેચતો આરોપી પકડાયો 1 - image

વડોદરા,માંજલપુર શંકર ટેકરી પાસે કારમાં વિદેશી દારૃનો જથ્થો મૂકીને વેચાણ કરતા આરોપીને માંજલપુર પોલીસે ઝડપી પાડી ૪.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

માંજલપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, માંજલપુર શંકર ટેકરી  પાસે જય ખોડિયાર ફ્લોર મિલ પાસે એક કારમાં વિદેશી દારૃનો જથ્થો છે. અને દારૃનું વેચાણ કરી રહ્યો છે. જેથી, પી.આઇ.ડી.બી.વાળાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા એક કાર મળી આવતા કોર્ડન કરી લીધી હતી. અને સ્થળ પરથી નકુલ દિપકભાઇ ઠાકોર ( રહે.પ્રણવ સોસાયટી, શંકર ટેકરી પાસે, માંજલપુર ) મળી આવ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૃની ૩૯ બોટલ કિંમત રૃપિયા ૨૬,૨૭૦ ની મળી આવી હતી.  પોલીસે કાર, મોબાઇલ ફોન અને દારૃ મળીને કુલ રૃપિયા ૪.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News