ટ્રાવેલ એજન્ટ પાસે કાર ભાડે લઇ જઇ વગે કરવાના બનાવમાં કાર રાખનાર પકડાયો

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
ટ્રાવેલ એજન્ટ પાસે કાર ભાડે લઇ જઇ વગે કરવાના બનાવમાં કાર રાખનાર પકડાયો 1 - image

વડોદરાઃ  વડોદરાના ટ્રાવેલ એજન્ટ પાસેથી કાર ભાડે લઇ જઇ તેને ભાડુ તેમજ કાર પરત નહિ કરવાના કેસમાં પોલીસે કાર રાખનાર સોહેલને ઝડપી પાડયો છે.

પોલીસના કહ્યા પ્રમાણે,ગોલ્ડન ચોકડી પાસેથી સોહેલમહંમદ સૈયદ(હેરિટેજ એપાર્ટમેન્ટ,ફતેગંજ મૂળ આમિર કોમ્પ્લેક્સ, તાંદલજા)ને અટકમાં લઇ તપાસ કરતાં કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના બનાવમાં તેની સંડોવણી હોવાનું જણાઇ આવ્યું હતું.

કપૂરાઇ પોલીસ સ્ટેશનની હદમાં બનેલા  બનાવમાં ટ્રાવેલ એજન્ટ પાસેથી નુરુલ ચૌહાણ કાર ભાડે લઇ ગયો હતો અને તેણે આ કાર આરિફ શેખને આપી હતી અને ત્યારબાદ સોહેલમહંમદને આપી હતી.પરંતુ કાર પરત કરી નહતી તેમજ ભાડું પણ ચૂકવ્યું નહતું.જેથી ક્રાઇમ બ્રાન્ચે સોહેલમહંમદની અટકાયત કરી કપૂરાઇ પોલીસને સોંપવા તજવીજ કરી હતી.


Google NewsGoogle News