Get The App

પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવનાર આરોપીઓએ વીડિયો વાયરલ કરી ગર્ભિત ધમકી આપી

જામીન પર મુક્ત થયા પછી ફરીથી ધમકી આપતા ગુનો દાખલ

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવનાર   આરોપીઓએ વીડિયો વાયરલ કરી ગર્ભિત ધમકી આપી 1 - image

 વડોદરા,પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવી સ્ટાફ જીવલેણ હુમલો કરનાર આરોપીઓએ જામીન પર મુક્ત થઇને ગુનાઇત ધમકી આપતા વીડિયો વાયરલ કર્યા હતા. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા રોડની રણછોડ પાર્ક સોસાયટીમાં રહેતો રવિ ભરતભાઇ ત્રિવેદી કન્સટ્રક્શનનું કામ કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં  તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ડભોઇ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાનો ભત્રીજો અને પર્સનલ સેક્રેટરી છું. ન્યૂ વી.આઇ.પી. રોડ પીળા વુડાના મકાન સામે આવેલા મહેતા ફ્યૂલ પેટ્રોલ પંપ પર ગત તા. ૨૬ મી ડિસેમ્બરે  (૧) કિરપાલ ગુરૃમુખસીંગ સીંકલીગર (૨) બલવીરસીંગ નેપાલસીંગ જૂની ( બંને રહે. એકતા નગર , આજવા રોડ ) (૩) ચંદન દયાશંકર રાજપૂત ( રહે. અંબિકા નગર, ખોડિયાર નગર પાસે) (૪) સુનિલ રતિલાલ મારવાડી ( રહે. મારૃતિ નગર, આજવા રોડ) તથા એક સગીરે પેટ્રોલ પંપના સ્ટાફ સાથે ઝઘડો કરી જીવલેણ હુમલો કરી ૮૦ હજારની લૂંટ ચલાવી હતી. જે ગુનામાં હાલમાં આરોપીઓ જામીન પર મુક્ત થયા છે. ગઇકાલે બપોરે ત્રણ વાગ્યે મારા મોબાઇલ પર એક વીડિયો આવ્યો હતો. જે વીડિયો જોતા તેમાં બલવીરસીંગ બોલી રહ્યો હતો કે,મજા લે રહે હે. જલાને વાલો કી જ્યાદા જલાતે હમ, શૈલેષ સોટ્ટાને  હમારે સાથ બૂરા કરા. સતનામસીંગ બોલી રહ્યો હતો કે, ભાઇ ભાઇ મિલકે મજા લે રહે હે. આ રીતે આરોપીઓએ ગુનાઇત ધમકી આપી હતી.


Google NewsGoogle News