મહિલાનો નગ્ન વીડિયો વાયરલ કરવાના કેસમાં આરોપી ઘર છોડીને ભાગી ગયો
મકરપુરા પોલીસે પાંચ નોટિસ ઇશ્યૂ કરવા છતાંય સાપ્તાહિકનો સંચાલક હાજર થતો નથી
વડોદરા,મકરપુરા વિસ્તારમાં એક કેબીનમાં જુગારનો ધંધો કરતી મહિલા પાસેથી ખંડણી ઉઘરાવી કેબિન સળગાવી દઇ મહિલાનો નગ્ન વીડિયોે વાયરલ કરી દેવાના કેસમાં સામેલ આરોપી ઘર છોડીને ફરાર થઇ ગયો છે.
મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ કિશન રાજપૂત, કિશન રાજપૂતના માણસ મહિડા તથા અન્ય સામે ખંડણી, છેડતી અને આઇટી એક્ટ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા હતો કે, ઉપરોક્ત આરોપીઓ પ્રેસ રિપોર્ટર તરીકે મારા આંકડાના ધંધા પર આવીને દર મહિને રૃા.૫૦૦ લેખે જબરજસ્તી ઉઘરાણી લઇ જતા હતા અને જો હું રૃપિયા ના આપું તો પોલીસની ધમકી આપી મારી સાથે ઝઘડો કરતા હતા.
ગત તા.૨૫ ઓક્ટોબરના રોજ સાંજે તેઓ મારી કેબિન પર આવ્યા હતા અને મેં પૈસા આપવાની ના પાડતા મારા પાકિટમાંથી રૃા.૧૮૦૦ જબરજસ્તી કાઢી લીધા હતા તેમજ મારી કેબીનમાં મૂકેલ પ્લાસ્ટિકની ત્રણ ખુરશીઓ અને પ્લાસ્ટિકનું પાથરણું સહિતનો સામાન સળગાવી દીધો હતો. મંે તેઓથી છૂટકારો મેળવવા મારા કપડાં કાઢી નાંખતા મારો નગ્ન વીડિયો ઉતાર્યો હતો અને અક્ષય ડોને આ વીડિયો વાયરલ કરી દીધો હતો. આ કેસમાં મકરપુરા પોલીસે કિશન રાજપૂતને હાજર થવા માટે પાંચ નોટિસ ઇશ્યૂ કરી છે. પરંતુ, કિશન રાજપૂત હજી હાજર થયો નથી અને નોટિસનો પણ કોઇ જવાબ આપ્યો નથી. કિશન સામે મકરપુરા ઉપરાંત વાડીમાં પણ ખંડણીની બે ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં એક ટીવી ચેનલના તંત્રી પાસેથી તેણે ખંડણી માંગી હતી. પોલીસે તેના ઘરે તપાસ કરવા જાય છે, પરંતુ, તે મળી આવતો નથી.