પંચમહાલ જિલ્લાના દારૃના કેસમાં સંડોવાયેલો આરોપી ઝડપાયો
પોલીસને જોઇને ડ્રાઇવર દોઢ લાખનો દારૃ ભરેલી કાર છોડીને ભાગી ગયો હતો
વડોદરા,પંચમહાલ જિલ્લાના મોરવા (હ) પોલીસ સ્ટેશનના પ્રોહિબિશિનના ગુનામાં સંડોવાયેલા આરોપીને વડોદરા પોલીસે ઝડપી પાડયો છે.
મોરવા (હ) પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત તા.૧૭ - ૦૪ - ૨૦૨૪ ના રોજ સાલીયા ચેકપોસ્ટ દાહોદ તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન સવારે છ વાગ્યે પોલીસનું ચેકિંગ જોઇને એક કાર ચાલક ગાડી રિવર્સ લઇને ભાગ્યો હતો. જેથી, પોલીસે પીછો કરતા આરોપી રોડની સાઇડમાં ગાડી ઉભી રાખી ભાગી છૂટયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા દારૃ અને બિયરની ૧૫૦ બોટલ કિંમત રૃપિયા ૧.૫૦ લાખની મળી આવી હતી. પોલીસે દારૃ તથા કાર મળીને કુલ રૃપિયા પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે ગુનાની તપાસ દરમિયાન આરોપી દિપ પ્રકાશભાઇ પાટડિયા ( રહે. નિલકંઠ એવન્યુ, ફતેપુરા ચાર રસ્તા પાસે, મૂળ રહે. કલ્પના સોસાયટી, વાઘોડિયા રોડ) ની સંડોવણી બહાર આવી હતી. દરમિયાન વડોદરા પોલીસે આરોપીને વાઘોડિયા રોડ ખાતેથી ઝડપી પાડયો હતો.