10 લાખના દારૃના કેસનો આરોપી દસ મહિને પકડાયો
વડોદરાઃ વડોદરા શહેરમાં વોન્ટેડ આરોપીઓને શોધવા માટે પોલીસની ટીમો કામે લાગી છે.જેને કારણે પંદર-વીસ વર્ષ પહેલાંના વોન્ટેડ આરોપીઓ પણ હાથ લાગી રહ્યા છે.છાણી વિસ્તારમાં દારૃના કેસનાે એક આરોપી દસ મહિના બાદ ઝડપાયો છે.
છાણીના રાજ એસ્ટેટ વિસ્તારમાં પોલીસે દસ મહિના પહેલાં દરોડો પાડી રૃ.૪.૨૨ લાખની કિંમતના દારૃના જથ્થા સાથે ટેમ્પો,બે કાર મળી કુલ રૃ.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જે કેસમાં ત્રણ આરોપી સ્થળ પર પકડાયા હતા. જ્યારે,છ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા હતા.વોન્ટેડ પૈકીના ચિરાગ કુંવરસિંહ વણઝારા(ગણેશનગર-૨,ડભોઇ રોડ)ને પોલીસે ઝડપી પાડી છાણી પોલીસને સોંપવા તજવીજ કરી છે.