વડોદરાની મહી નદીમાં કોર્પોરેશનના ચાર ફ્રેન્ચ કૂવાના રેડિયલની તારીખ 5 થી તબક્કાવાર સફાઈ થશે

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
વડોદરાની મહી નદીમાં કોર્પોરેશનના ચાર ફ્રેન્ચ કૂવાના રેડિયલની તારીખ 5 થી તબક્કાવાર સફાઈ થશે 1 - image


- હાલ નદીમાં વહેતું પાણીનું હોવાથી માટી અને કાપ તણાઈને આવતા રેડિયલમાં જામી જાય છે 

- માટીના થર જામે ત્યારે કુવાના પંપ બંધ કરતા પાણી ઓછું મળી શકે

વડોદરા,તા.30 સપ્ટેમ્બર 2023,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મહી નદી ખાતે આવેલા ચાર ફ્રેંચ કુવા પૈકી રાયકા અને દોડકા કુવામાં મહી નદીના વહેતા પાણીના કારણે માટી અને કાપ ભરાઈ જવાની સમસ્યા રહેતી હોવાથી ગમે ત્યારે પંપ બંધ કરવા પડે તેવી સ્થિતી ઉભી થાય તો તેના લીધે પાણી ઓછું મળી શકે તેમ હોવાથી શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ઓછા પ્રેશરથી ઓછા સમય માટે અપાય તેવી શક્યતા છે.

નોર્થ હરણી ટાંકી, કારેલીબાગ ટાંકી, આજવા રોડ ટાંકી, દરજીપુરા બુસ્ટર, ખોડીયાર નગર, એરપોર્ટ અને વારસિયા બુસ્ટર હેઠળના વિસ્તારોને પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવી શકે તેમ છે. હજુ કેટલાક દિવસ આ સ્થિતિ રહેશે તેમ જાણવા મળ્યું છે. તાજેતરમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદીમાં પાણીની સપાટી ખૂબ જ વધી ગઈ હતી, જેના લીધે કોર્પોરેશનના ચાર ફ્રેન્ચ કૂવાને અસર થઈ હતી. હાલમાં નદીનું લેવલ 9.8 મીટર છે. સામાન્ય રીતે આ લેવલ 8.8 મીટર હોવું જોઈએ નદીમાં હજી પણ ઉપરવાસમાંથી આવક હોવાથી પાણી સતત વહેતું રહે છે, અને તેની સાથે માટી અને કાપ પણ તણાઈને આવે છે. પંપો જ્યારે ચાલુ હોય ત્યારે ફ્રેન્ચ કૂવાના રેડિયલમાં માટી અને રેતીના થર જામવા મંડે તો તરત પંપ બંધ કરી દેવા પડે છે. આ વસ્તુની આગોતરી ખબર પડતી નથી કે ક્યારે રેતી અને માટીના થર જામી જશે. સામાન્ય રીતે રાયકા કુવામાંથી 52 એમએલડી તથા દોડકા કૂવામાંથી 35 એમએલડી પાણી લેવામાં આવે છે. હજુ નદીમાં એક મીટર લેવલ ઓછું થાય તે પછી સ્થિતિમાં સુધારો થશે અને ચારે ફ્રેંચ કુવાના રેડિયલ સાફ કરવા પડશે આ માટે માટીના પાળા નદીમાં મશીન ઉતારીને બનાવવા પડશે. જોકે આ કામગીરી દર વર્ષની છે. ચોમાસુ પૂરું થાય એટલે આ કામ કરવામાં આવે છે. પાંચ ઓક્ટોબરથી કૂવાના રેડિયલની સફાઈ તબક્કા વાર ચાલુ થાય તેમ જાણવા મળ્યું છે.


Google NewsGoogle News