Get The App

વડોદરામાં ફતેગંજ બ્રીજ થી છાણી સર્કલ સુધીના હંગામી દબાણો દૂર કરાયા

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ફતેગંજ બ્રીજ થી છાણી સર્કલ સુધીના હંગામી દબાણો દૂર કરાયા 1 - image

વડોદરા,તા.16 જાન્યુઆરી 2024,મંગળવાર

વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાએ આજે શહેરના ફતેગંજ સર્કલથી લઈ છાણી જકાતનાકા સર્કલ સુધીના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. અહીંના મુખ્ય માર્ગ અને ફૂટપાથને રોકીને ધંધો-વ્યવસાય કરતા લારી, ગલ્લા, પથારાવાળાઓએ પોતાનો માલ સામાન વેચવા મૂક્યો હતો. જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવાની તકલીફ ઊભી થતી હતી. જેથી આજે પાલિકાની દબાણ શાખાએ આ માર્ગ પરથી ત્રણ ટ્રક જેટલો હંગામી સામાન જપ્ત કરી રસ્તો અને ફૂટપાથ ખુલ્લો કર્યો હતો.


Google NewsGoogle News