વડોદરા: યુનિ સાયન્સ ફેકલ્ટીના ગેટ પાસે ની પોપ્યુલેશન ક્લોકમાં ટેકનિકલ ફોલ્ટ

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
વડોદરા: યુનિ સાયન્સ ફેકલ્ટીના ગેટ પાસે ની પોપ્યુલેશન ક્લોકમાં ટેકનિકલ ફોલ્ટ 1 - image


ગુજરાતના પોપ્યુલેશનના ફિગર સ્પષ્ટ વાંચી શકાતા નથી

વડોદરા, તા. 17 ડિસેમ્બર 2023 રવિવાર

એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં સાયન્સ ફેકલ્ટીના એન્ટ્રીગેટ પાસે મૂકવામાં આવેલી રાજ્યની પહેલી અને એકમાત્ર પોપ્યુલેશન ક્લોક અગાઉ પણ ટેકનિકલ ફોલ્ટ થવાથી વિક્ષેપ પામી હતી. આજકાલ ફરી પોપ્યુલેશન ઓફ ગુજરાતના ફિગર દર્શાવવામાં વિક્ષેપ્ પામી રહી છે. ટેકનિકલ ફોલ્ટ થવાના કારણે આમ બન્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ક્લોકમાં ઉપરના ભાગે પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા ના ફિગર જોવા મળે છે, જ્યારે નીચે પોપ્યુલેશન ઓફ ગુજરાતના આંકડા વાંચી શકાય છે. શનિવારે પોપ્યુલેશન ઓફ ઇન્ડિયાના ફિગર બરાબર દેખાતા હતા, પરંતુ પોપ્યુલેશન ઓફ ગુજરાતના આંકડા સ્પષ્ટ જોઈ શકાતા ન હતા અને ફિગર ચોંટી જતા હોવાથી વાંચી શકાતા ન હતા. સામાન્ય રીતે દેશની વસ્તીની જાણકારી લોકો પાસે હાથવગી હોતી નથી, ત્યારે લોકોને તેની માહિતી મળતી રહે અને આ બાબતે જાગૃતિ આવે તે હેતુથી કેન્દ્ર સરકારે જ્યાં પોપ્યુલેશન રિસર્ચ સેન્ટર છે ત્યાં આ ઘડિયાળ મુકવાનો નિર્ણય કર્યો હતો એમએસ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટી ખાતે પોપ્યુલેશન રિસર્ચ સેન્ટર આવેલું છે જેથી અહીં આ ઘડિયાળ મુકાય છે અને તેના ઉપર દેશ અને રાજ્યની વસ્તીના આંકડા રાઉન્ડ ધ ક્લોક પ્રદર્શિત થતા રહે છે. પોપ્યુલેશન રિસર્ચ સેન્ટર દ્વારા આ ઘડિયાળ નું સંચાલન કરવામાં આવે છે. આ ક્લોક ત્રણ જૂન ના રોજ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી અને તેની ટ્રાયલ પણ કરાઈ હતી .જોકે ક્લોકનું ઉદ્ઘાટન કરવા ત્રણ મહિના રાહ જોવી પડી હતી અને 21 સપ્ટેમ્બરે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News