મૂરજાણીએ લખેલી સ્યૂસાઇડ નોટને લગતા ટેકનિકલ અને સાંયોગિક પુરાવાઓ મળ્યા
સમાધાન માટે કામ કોમલને સમજાવનાર ઢોલારના ભુવાજીનું સ્ટેટમેન્ટ પોલીસે લીધું
વડોદરા,કન્ઝ્યૂમર એક્ટિવિસ્ટ મૂરજાણીએ આપઘાત કરતા પહેલા લખેલી સ્યૂસાઇડ નોટ તેમના મોત પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વાયરલ થઇ હતી. પોલીસે આ કેસમાં મૂરજાણીની માનેલી દીકરી અને તેની માતાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. પોલીસની તપાસ દરમિયાન સ્યૂસાઇડ નોટમાં લખેલી તમામ વિગતો સાચી હોવાનું જણાઇ આવ્યું છે. તેને લગતા ટેકનિકલ અને સાંયોગિક પુરાવાઓ પોલીસે એકત્રિત કર્યા છે.
વાઘોડિયા રોડ નારાયણ ડૂપ્લેક્સમાં રહેતા કન્ઝ્યૂમર એક્ટિવિસ્ટપી.વી. મૂરજાણીએ ગત ૮ મી તારીખે આઠ વાગ્યાના અરસામાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો. જે અંગે પાણીગેટ પોલીસે મૂરજાણીની માનેલી દીકરી કોમલ અને કોમલની માતા સંગીતા સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. બંનેના રિમાન્ડ આવતીકાલે પૂરા થવાના છે. દરમિયાન આજે પોલીસે ડભોઇના ઢોલાર ગામના ભુવાનું સ્ટેટમેન્ટ લીધું હતું. તેઓએ કોમલ અને મૂરજાણી વચ્ચેના ઝઘડાની વાત પોલીસને જણાવી હતી. મૂરજાણીએ સ્યૂસાઇડ નોટમાં લખેલી વિગતોને તેઓએ સમર્થન આપ્યું હતું. વધુમાં, સ્યૂસાઇડ નોટમાં તેઓ સુશેન સર્કલ પાસે ભેગા થયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતા કોમલ, ભુવાજી અને મૂરજાણીના મોબાઇલ ટાવરના લોકેશન ત્યાં જ બતાવે છે. પોલીસની તપાસ દરમિયાન સ્યૂસાઇડ નોટમાં લખેલી વિગતો સાચી હોવાના ટેકનિકલ અને સાંયોગિક પુરાવાઓ મળી આવ્યા છે.
કોમલ અને સંગીતા જે ફ્લેટમાં રહેતા હતા. તે ફ્લેટ કોમલ અને મૂરજાણીના જોઇન્ટ નામ પર હતો. તેની લોનના હપ્તા મૂરજાણીના પ્રગતિ બેન્કના એકાઉન્ટમાંથી કપાતા હતા. પેટ્રોલપંપ કોમલ અને મૂરજાણીની ભાગીદારી પેઢી દ્વારા ઓપરેટ થતો હતો.માં હતા. જેના હપ્તા પેઢીના એકાઉન્ટમાંથી કપાતા હતા.