શિક્ષકોને વડોદરામાં પોલીસે રેલી ના કાઢવા દીધી,૧૫ની અટકાયત

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
શિક્ષકોને વડોદરામાં પોલીસે  રેલી ના કાઢવા દીધી,૧૫ની અટકાયત 1 - image

વડોદરાઃ પોતાની પડતર માંગણીઓને લઈને આજે વડોદરા શહેર જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિએ રેલી કાઢીને વિરોધ કરવાની જાહેરાત કરી હતી.શિક્ષકો રેલી કાઢવા માટે ડીઈઓ કચેરી ખાતે ભેગા થયા હતા.રેલીને નિષ્ફળ બનાવવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને સમિતિના હોદ્દેદારો સહિતના ૧૫ શિક્ષકોની અટકાયત કરી હતી.

રાજ્યભરની ગ્રાન્ટેડ સ્કૂલોના  શિક્ષકો ૧ એપ્રિલ, ૨૦૦૫ પહેલા ભરતી થયેલા શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કિમનો લાભ આપવા માટે, લીવ એન્કેશમેન્ટનો લાભ આપવા માટે તથા સ્કૂલોમાં કર્મચારીઓ અને શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવા જેવા વિવિધ મુદ્દે આંદોલન ચલાવી રહ્યા છે.

આજે વડોદરાના વિવિધ શૈક્ષણિક સંગઠનોની સમિતિએ રેલી કાઢવાની જાહેરાત કરી હતી.રેલી નીકળે તે પહેલા જ જોકે પોલીસે સંકલન સમિતિના આર સી પટેલ, અશ્વિન ગોહિલ, ભરત ઉપાધ્યાય, ધમેન્દ્ર જોષી, કિરણ પટેલ, અંકિત શાહ, પિન્કલ રામી સહિત ૧૫ની અટકાયત કરી હતી.તેમને કારેલીબાગ પોલીસ મથકે લઈ જવાયા હતા અને બાદમાં મુકત કરાયા હતા.આમ છતા મોટી સંખ્યામાં હાજર શિક્ષકોએ રેલી ચાલુ રાખી હતી .રેલી મુકતાનંદ ત્રણ રસ્તા સુધી પહોંચવાની હતી પણ તે પહેલા જ પોલીસે બળપ્રયોગ કરીને રેલીને  વિખેરી કાઢી હતી.આગેવાનોના જણાવ્યા પ્રમાણે શિક્ષકો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોખમમાં મુકે તેવી કોઈ શક્યતા નહોતી.આમ છતા સરકારના ઈશારે શિક્ષકોનો અવાજ દબાવવાનો પોલીસે પ્રયત્ન કર્યો છે.અમારી માંગણીઓ માટે અમે આંદોલન ચાલુ જ રાખીશું અને આગામી દિવસોમાં વધારે ઉગ્ર આંદોલન કરીશું.


Google NewsGoogle News