આર્ટસમાં ઈન્ટરનલ પરીક્ષાને ધ્યાનમાં રાખી અધ્યાપકોને રજા પર જવાની મનાઈ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં તા.૨૩ સપ્ટેમ્બરથી બીએના સેમેસ્ટર પાંચ તેમજ એમએના સેમેસ્ટર ૧ અને ૩ની ઈન્ટરનલ પરીક્ષાનો પ્રારંભ થવાનો છે.
ફેકલ્ટી સત્તાધીશોએ આ વખતે પરીક્ષાને ધ્યાનમાં રાખીને અનિવાર્ય સંજોગો સિવાય અધ્યાપકોને રજા લેવાની મનાઈ ફરમાવી દીધી છે.સામાન્ય રીતે ઈન્ટરનલ પરીક્ષા દરમિયાન શિક્ષણ કાર્ય બંધ રહેતુ હોય છે.જોકે આ વખતે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ સીવાય બાકીના વિદ્યાર્થીઓનુ શિક્ષણ કાર્ય ચાલુ રહે તેવું આયોજન ફેકલ્ટીના સત્તાધીસોએ કર્યું છે.આ માટે પરીક્ષાનો સમય સાંજે ચાર થી પાંચનો રાખવામાં આવ્યો છે.એ પહેલાના સમયમાં અધ્યાપકોએ અન્ય સેમેસ્ટરના વિદ્યાર્થીઓને ભણાવવું પડશે.લગભગ ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.
જ્યારે તા.૨૪ સપ્ટેમ્બરથી કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના વિદ્યાર્થીઓની ઈન્ટરનલ પરીક્ષાનો પ્રારંભ થવાનો છે.આ ઈન્ટરનલ પરીક્ષાઓમાં બીએ અને બીકોમના રેગ્યુલર કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બેસશે.