શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા આઠ શિક્ષકોએ પુરસ્કારની રકમ પૂર પીડિત બાળકો માટે આપી
વડોદરાઃ વડોદરા શહેર જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા આઠ શિક્ષકોએ પોતાને મળનારા રોકડ પુરસ્કારની રકમ પૂર પીડિત બાળકોની મદદ માટે આપવાનો નિર્ણય કર્યો ચે.
પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ નિમિત્તે દર વર્ષે જિલ્લા કક્ષાના વિજેતા શિક્ષકોને ૧૫૦૦૦ અને તાલુકા કક્ષાના વિજેતા શિક્ષકોને ૫૦૦૦ રુપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.વડોદરામાં વિદ્યુત બોર્ડ વિદ્લયના સોનલ ગોસ્વામી, આર્દશ નિવાસ સ્કૂલના પારુલબેન વસાવા, વેમાર પ્રાથમિક સ્કૂલના ડો.મિહિર ત્રિવેદી, કિયા પ્રાથમિક સ્કૂલના કિંજલ ગોસાઈ, ધનોરા પ્રાથમિક સ્કૂલના રાજેશ રબારી, કૈવલનગર પ્રાથમિક સ્કૂલના સંગીતાબેન ચૌહાણ, નવાપુરા પ્રાથમિક સ્કૂલના રાકેશ પરમાર તથા કણજટ કુમાર પ્રાથમિક સ્કૂલના શીતલ રાયમંગિયાને આ વર્ષે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે.
વડોદરા ડીઈઓ રાકેશ વ્યાસે કહ્યું હતું કે, પૂરના કારણે જે વિદ્યાર્થીઓના પાઠય પુસ્તકો અને ભણવાની વસ્તુઓ પલળી ગઈ છે તેમને શૈક્ષણિક કિટ આપવાનું શરુ કરવામાં આવ્યુ છે.આ શિક્ષકોએ પોતાના પુરસ્કારની રકમ શૈક્ષણિક કિટ આપવાના અભિયાનો માટે આપી દેવાની જાહેરાત કરીને એક આવકારદાયક પહેલ કરી છે.