શિક્ષિકાને ભયઃ મારો પતિ અને સાવકો પુત્ર મિલકત માટે મારી નાંખવાનું કાવતરૃં ઘડી રહ્યા છે

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
શિક્ષિકાને ભયઃ મારો પતિ અને સાવકો પુત્ર મિલકત માટે મારી નાંખવાનું કાવતરૃં ઘડી રહ્યા છે 1 - image

વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં રહેતી એક શિક્ષિકાએ તેના પતિ અને સાવકા પુત્રની નજર મિલકત પર હોવાની અને તેઓ મારી નાંખવાનું કાવતરૃં ઘડી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરતાં હરણી પોલીસે ગુનો નોંધ્યો છે.

અયોધ્યાનગરમાં રહેતા માયાબેન સોલંકીએ પોલીસને કહ્યું છે કે,મારા પતિ રતનસિંહ સોલંકી તેમના પુત્ર અલ્પેશ સાથે નીચે રહે છે.જ્યારે હું દોઢ વર્ષથી ઉપરના માળે રહું છું. પોલીસમાં ફરજ બજાવતો અલ્પેશ ગઇ મધરાતે ઉપરના માળે લોક કરેલી જાળી તોડવાનો પ્રયાસ કરી ગાળો બોલતો હોવાથી મેં પોલીસને જાણ કરી હતી.અગાઉ પણ તે મારી પાછળ દોડયો હોવાથી હું પાડોશીને ત્યાં જતી રહી હતી અને બચી હતી.

મહિલાએ આક્ષેપ કર્યો છે કે,અગાઉ મેં બે વાર પોલીસને અરજી આપી છે.મારું સ્ત્રી ધન અને આવકમાંથી વસાવેલી મિલકત પચાવી પાડવા અને પેન્શનની ગણતરી કરી મને મારી નાંખવાનું કાવતરૃં કરવામાં આવી રહ્યું છે.જેથી મારા મોત માટે મારા પતિ,તેના પુત્ર અલ્પેશ અને જયદીપને જવાબદાર ગણવા. હરણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News