બિચ્છુ ગેંગના તૌસીફ સહિત બે સાગરીતો આખરે ઝડપાયા
તારી બહેન ક્યાં છે તેમ કહી વેપારીને માર માર્યો હતો ઃ તૌસીફ સામે દોઢ ડઝન ગુના
વડોદરા, તા.21 પાણીગેટ વિસ્તારના વેપારીને માર મારી ધમકી આપવાના બનાવમાં લાંબા સમયથી ફરાર બિચ્છુ ગેંગના બે સાગરીતોને ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડયા હતાં.
આ અંગેની વિગત એવી છે કે મેમણ કોલોની સોપિંગ સેન્ટરમાં આવેલી એક દુકાનમાં એક મહિના પહેલાં બિચ્છુ ગેંગના નામચીન તૌસીફ ઉર્ફે ભુરીયો શબ્બીર મલેક(રહે.નાનીછીપવાડ) અને તેનો સાગરીત એહમદ ઉર્ફે ભોલું રફિકભાઇ મકરાણી (રહે.ભેંસવાડા, પાણીગેટ) ગયા હતાં અને તારી બહેન ક્યાં છે તેમ કહી વેપારીને માર મારી ધમકી આપી હતી. આ બનાવ અંગે વેપારીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
આ ગુનામાં વોન્ટેડ બિચ્છુ ગેંગના બંને સાગરીતો નાનીછીપવાડમાં ફરતા હોવાની બાતમી મુજબ ક્રાઇમ બ્રાંચે બંનેને ઝડપી પાડી પાણીગેટ પોલીસ સ્ટેશનના હવાલે કર્યા હતાં ઉલ્લેખનીય છે કે તૌસીફ સામે સિટિ, પાણીગેટ, ડીસીબી સહિતના શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ધમકી, રાયોટિંગ, મારામારી સહિત દોઢ ડઝન જેટલાં ગુના નોંધાયા છે.