Get The App

તરસાલી - જાંબુવા બ્રિજ નજીક અકસ્માતના પગલે ટ્રાફિક જામ

જીપમાં ફસાયેલા ડ્રાઇવરને ફાયરબ્રિગેડની ટીમે બહાર કાઢ્યો

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
તરસાલી - જાંબુવા બ્રિજ નજીક અકસ્માતના પગલે ટ્રાફિક જામ 1 - image

વડોદરા,મંગળવારની રાતે ત્રણ  વાગ્યે તરસાલી - જાંબુવા બ્રિજ નજીક કન્ટેનર પાછળ જીપ ઘુસી જતા સર્જાયેલા અકસ્માતના પગલે પાંચ થી છ કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના પગલે પોલીસે સ્થળ પર દોડી જઇ ટ્રાફિક વ્યવહાર પૂર્વવત્ કર્યો હતો.

હાઇવે પર અકસ્માતના પગલે અવાર - નવાર ટ્રાફિક જામ સર્જાય છે. ગઇકાલે મોડી રાતે તરસાલી - જાંબુવા બ્રિજ નજીક કન્ટેનરમાં જીપ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જીપનો ડ્રાઇવર વિશાલ ગજેરા  અંદર ફસાઇ જતા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે જઇ ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો અને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડ્રાઇવર જીપમાં દ્રાક્ષ લઇને મહારાષ્ટ્રથી વડોદરા આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

અકસ્માતના પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. કપુરાઇ  પોલીસના સ્ટાફે હાઇવે  પર જઇ અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ  પરથી હટાવીને વાહન વ્યવહાર પૂર્વવત્ કર્યો હતો.


Google NewsGoogle News